રાજકોટ: ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ અચાનક વધ્યું છે. તેમાં પણ યુવાનોમાં અચાનક એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હવે વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકને છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને બાદમાં હાર્ટ એટેકથી તેનું મોત નિપજ્યું હતું. ત્યારે લગ્ન પ્રસંગ દરમિયાન જ આ પ્રકારનો બનાવ બનતા પરિજનો અને સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ADVERTISEMENT
લગ્નમાં ગરબે ઝૂમ્યા બાદ યુવકને આવ્યો હાર્ટ એટેક
વિગતો મુજબ, રાજકોટમાં અમિત ચૌહાણ નામનો યુવક પિતરાઈ ભાઈના ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્નાના આગલા દિવસે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમિત ચૌહાણ દાંડિયા રાસ રમ્યા બાદ ઘરે આવ્યો અને અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને બેભાન થઈને ઢળી પડ્યો હતો. આથી પરિજનોને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈને પહોંચ્યા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક યુવકના મોતથી પરિજનો આઘાતમાં મૂકાયા છે.
યુવક કારધાનું ધરાવતો હતો
મૃતક અમિત ચૌહાણ રાજકોટના મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો હતો અને સોની કામમાં વપરાતી ડાય બનાવવાનું કારખાનું ધરાવતા હતા. લગ્ન પ્રસંગ દરમિયાન જ યુવકના મોતથી ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
ADVERTISEMENT