Rajkot News: સાળંગપુર મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની નીચેના ભીંતચિત્રોનો વિવાદ હજુ માંડ શાંત થયો છે, ત્યાં રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો બફાટ કરતો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હિન્દુ દેવી-દેવતાઓ વિશે નિવેદન આપી રહ્યા છે, જેને લઈને ફરીથી સંત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
રાજકોટના સ્વામીના નિવેદનથી હોબાળો
વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે. આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કુરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતાઓ સાથે સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાઓમાં નથી માનતા, તેઓ સ્વામિનારાયણ ભગવાનને સ્વીકારશે.
‘આપણે મંદિરમાંથી અન્ય દેવી-દેવતાને કાઢવાના છે’
વીડિયોમાં તેઓ આગળ કહે છે, મારા ભગવાન અંતર્યામી છે. કોઈ સનાતનીએ આવવાની જરૂર નથી. સનાતન ધર્મ પાળતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં. ભગવાનની આજ્ઞા સિવાના સંપ્રદાયો હવે બંધ થવાના છે અને આપણે મંદિરમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.
જ્યોતિર્નાથ મહારાજ આકરા પાણીએ
આ વીડિયો પર જ્યોતિર્નાથ મહારાજે આકરી ટિપ્પણી કરી છે અને કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના પ્રતિક વાપરવાનું બંધ કરે. તેમજ સંપ્રદાયના મંદિરોમાં સ્થાપિત કરેલા ભગવાન અમને સોંપી દો. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા કરાતા બફાટને સાંખી નહીં લેવાય.
(ઈનપુટ: ભાર્ગવી જોશી)
ADVERTISEMENT