રાજકોટઃ જિલ્લામાં કાળજુ કંપાવી નાંખે તેવી આપઘાતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. અહીં એક યુવકે ચાલુ ટ્રકની નીચે પડતું મુકી આત્મહત્યા કરી દીધી છે. નોંધનીય છે કે પોલીસે પોસ્ટમોર્ટમ માટે આનો મૃતદેહ મોકલી દીધો છે. જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવક મૂળ રાજકોટનો વતની નહોતો અને તેની ઉંમર 30 વર્ષની છે.
ADVERTISEMENT
યુવકે સમજી વિચારીને આત્મહત્યા કરી
રાજકોટ શહેરમાં ગ્રિનલેન્ડ ચોક પાસે એક યુવકે ટ્રકની નીચે જંપલાવ્યો છે. આ કાળજુ કંપાવી નાખે એવી ઘટના CCTVમા કેદ થઈ ગઈ છે. નોંધનીય છે કે ગણતરીની સેકન્ડોમાં તો યુવકને કાળ ભરખી ગયો હતો. અત્યારે આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. જ્યારે વધુમાં તેના નામ અને પરિવારના સભ્યો વિશે માહિતી મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી દીધી છે.
આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે
યુવકે આત્મહત્યા કરી હોવાના CCTV ફુટેજની તપાસ કર્યા પછી પોલીસે અત્યારે વધુ તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે પોલીસે યુવક પાસેથી વધુ તપાસ કરી હતી જેમાં તેની પાસે મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેમાંથી તેનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT