અદાણી ગ્રુપના વિકાસમાં રાજીવ ગાંધીનો સિંહ ફાળો: ગૌતમ અદાણી

ગૌતમજી તમે એ આલોચકોને શું કહેશો જેઓ દાવો કરી રહ્યા છે કે, તમારો ઉદય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે અથવા તેમના કાર્યકાળમાં થયો? ગૌતમ અદાણી :…

gujarattak
follow google news

ગૌતમજી તમે એ આલોચકોને શું કહેશો જેઓ દાવો કરી રહ્યા છે કે, તમારો ઉદય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે અથવા તેમના કાર્યકાળમાં થયો?

ગૌતમ અદાણી : વડાપ્રધાન મોદી અને હું એક જ રાજ્યમાંથી આવીએ છીએ. આ જ કારણ છે કે મારા પર આ પ્રકારના પાયાવિહોણા આરોપ લાગતા રહે છે. અમે એક ઉદ્યોગ છીએ જે સતત વિકસતા રહે છે.

ગૌતમ અદાણી માટે આ બે મહિલાઓ બની પ્રેરણાઃ જાણો કોણ છે તે ગર્લ્સ

હું મારા કાર્યકાળમાં જ્યારે પાછુ વળીને જોઉ છું તો હું તેને ચાર તબક્કામાં વિભાજીત કરી શકુ છું. અનેક લોકોને જાણીને આશ્ચર્ય થશે કે, મારા ઉદ્યોગનો ઉદય વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા ત્યારે થયો હતો. જ્યારે તેમણે પહેલીવાર EXIM પોલીસીને વધારે ઉદાર બનાવી. જ્યારે પહેલીવાર અનેક વસ્તુઓને OGL ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. આ નીતિના કારણે મને મારુ પ્રથમ એક્સપોર્ટ હાઉસ શરૂ કરવામાં મદદ મળી. જો કે રાજીવ ગાંધી ન હોત તો એક ઉદ્યમસાહસી તરીકે મારી યાત્રા શરૂ જ ન થઇ શકી હોત.

આટલા ધનિક હોવું એ કેવું લાગે છે? તમારા માટે પૈસા શું છે?- અદાણીએ જવાબ આપ્યો, હું…

બીજો તબક્કો 1991 માં શરૂ થયો જ્યારે નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની જોડીએ વ્યાપક આર્થિક સુધારણાની શરૂઆત કરી. અનેક અન્ય ઉદ્યમીઓની જેમ મને પણ આ આર્થિક સુધારણાઓનો લાભ મળ્યો. જેના વિશે વધારે વિસ્તારણથી જણાવવાનો કોઇ અર્થ નથી કારણ કે તે અંગે ઘણું કહેવાઇ અને લખાઇ ચુક્યું છે. દરેક લોકો આ નીતિ વિશે સારી રીતે જાણે છે.

ત્રીજો તબક્કો 1995 માં આવ્યો જ્યારે કેશુભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા. તે સમય સુધી, ગુજરાતમાં તમામ વિકાસ વાપી, અંકલેશ્વર, ભરૂચ, સેલવાસ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરો થકી મુંબઇ-દિલ્હી સુધી NH-8 ની આસપાસ જ હતો. જો કે તેઓ ખુબ જ દુરદર્શી વ્યક્તિ હતા અને તેમણે દરિયાકિનારાના વિસ્તારોના વિકાસ પર ધ્યાન કેન્દ્રીય કર્યું. આ જ તે કારણ હતું કે અમે મુંદ્રા પહોંચ્યા અને મને પોતાનું પ્રથમ બંદર બનાવવા માટે પ્રેરણા મળી. બાકી જે બન્યું તે ઇતિહાસ છે.

અદાણીને અપાઈ છે બેન્કો દ્વારા મોટી લોન, આ ચિંતાનો ગૌતમ અદાણીએ શું આપ્યો જવાબ?

ચોથો તબક્કો 2001 માં આવ્યો, જ્યારે ગુજરાતને વિકાસ પુરૂષ તરીકે નરેન્દ્ર મોદીની ભેટ મળી. ગુજરાતના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું અને તેમની નીતિઓ અને તેને લાગુ કરવાની પદ્ધતીના કારણે ન માત્ર રાજ્યની આર્થિક સ્થિતિ બદલી પરંતુ તેના કારણે ધરખમ સામાજિક ફેરફારો પણ આવ્યા અને પૂર્વના અવિકસિત વિસ્તારોનો પણ વિકાસ થયો. જેના કારણે ઉદ્યોગો અને રોજગારમાં પણ ખુબ જ વધારો કરી દીધો જે ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમવખત થઇ રહ્યું હતું. આજે તેમના કૃશળ નેતૃત્વમાં અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર આ પ્રકારનું પુનરુત્થાન જોઇ રહ્યા છીએ, જ્યાં એક નવું જ ભારત સ્થાપિત થઇ રહ્યું છે.

જો કે એ બાબત ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે કે, ચોક્કસ પ્રકારના નેરેટિવ સેટ કરીને મારા પર થોપવામાં આવી રહ્યા છે. મે સમજાવ્યું તે પ્રકારે આ તમામ આરોપો નિરાધાર છે અને નજીકની નજર ધરાવતા લોકો દ્વારા અમારી સફળતાને જોતા પૂર્વાગ્રહયુક્ત છે. સત્ય તો એવું છે કે, મારી સફળતા કોઇ એક નેતાના કારણે નહી પરંતુ ત્રણ દશક કરતા વધારે સમય દરમિયાન અનેક નેતાઓ અને સરકારો દ્વારા શરૂ કરવામાં આવેલી નીતિઓ અને સંસ્થાગત સુધારાઓને કારણે છે.

    follow whatsapp