અમદાવાદઃ ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને હવે ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત પણ કરી દીધી છે. 1 તારીખે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને બીજા તબક્કાનું 5મી તારીખે મતદાન થશે સાથે જ 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. હાલ ગુજરાત તક પર આ ચૂંટણી અંગે પત્રકાર ગોપી ઘાંઘર સાથે જાણીતા ટીવી એન્કર અને લેખક રાજદીપ સરદેસાઈ વચ્ચે થયેલી ચર્ચા અંગે આવો વિસતૃતથી જાણીએ.
ADVERTISEMENT
ગોપી ઘાંઘરઃ રાજનીતિમાં શું થશે આ વખતે?
રાજદીપ સરદેસાઈઃ બે વખત પહેલા પણ હું ગુજરાત તક પર આવ્યો હતો. મને લાગે છે ચૂંટણીમાં ભાજપ ફ્રન્ટ રનર છે. ભાજપનો વોટ શેર ગુજરાતમાં 49-50 પર્સન્ટનો છે, આ મોટો વોટ શેર છે. મને નથી લાગતું કે બીજી પાર્ટીમાં હમણાં આટલી તાકાત કે ક્ષમતા છે કે ભાજપને ચેલેન્જ આપી શકે, પણ એક વાત છે કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી છે તેના પછી થોડી તો મુશ્કેલી છે મુખ્યત્વે કોંગ્રેસ માટે. આમાં જે કોંગ્રેસનો વોટ છે એન્ટી બીજેપીનો વોટ છે એ કેટલો ડિવાઈડ થશે. તેથી મને લાગે છે કે આજના સંજોગોમાં બીજેપીને ફાયદો છે. કારણ કે બીજેપીનો વોટ શેર પણ 49-50 પર્સન્ટ છે જેથી મને લાગે છે કે વિરોધ પક્ષ અને ભાજપ વચ્ચેનો જે ગેપ છે તે બહુ મોટો ગેપ છે.
ગોપી ઘાંઘરઃ આ વખતે કહેવાઈ રહ્યું છે કે વિપક્ષ કોણ મજબુત બનાવશે આપ કે કોંગ્રેસ તેના માટેની પણ આ એક લડાઈ છે.
રાજદીપ સરદેસાઈઃ ખરી વાત છે, મને લાગે છે કે આ ચૂંટણીનો મોટો પ્રશ્ન છે તે આ જ છે કે ગુજરાતમાં નંબર વન વિરોધ પક્ષ કોણ બનશે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ. આજની તારીખ સુધી એવું લાગે છે કે કોંગ્રેસની હજુ સુધી પક્કડ છે, પણ આમ આદમી પાર્ટીના નેરેટિવ જે છે તેની સ્ટોરીમાં લોકો પર પ્રભાવ તો થશે જ. કારણ કે જે મુદ્દા આપ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે, જે પ્રમાણે આપ દ્વારા ભાજપ પર હુમલો બોલાવાયો છે. તેનો થોડો તો ફાયદો આમ આદમી પાર્ટીને થશે પરંતુ આમ આદમી પાર્ટીને કેટલો વોટ શેર મળશે અને સીટ મળશે તે મોટો પ્રશ્ન છે, અને હજુ સુધી છે.
ગોપી ઘાંઘરઃ જે રીતે અરવિંદ કેજરીવાલ ફ્રીની વાત કરે છે. મલ્લિકાઅર્જુન ખડગેએ પણ ટ્વીટ કરીને 8 વાયદાની વાત કરી છે. ક્યાંકને ક્યાંક ભાજપને આ ફ્રી વાળી વાત નુકસાન કરશે?
રાજદીપ સરદેસાઈઃ મને નથી લાગતું કે ગુજરાત જેવા રાજ્યમાં ફ્રી બી આપવાથી ચૂંટણી જીતી શકાય. એ વાત સાચી છે કે સમાજમાં કેટલોક વર્ગ છે જેમાં ગુસ્સો છે, જેમને નોકરી નથી મળી, મોંઘવારી છે, જેને લાગે છે કે ગુજરાતમાં વિકાસ નથી થયો એટલો પ્રચાર થયો છે. તેમાં તો થોડો ફાયદો થાય, કારણ કે અરવિંદ કેજરીવાલ એવા નેતા છે જેમને તેવા વર્ગને બરાબર ટાર્ગેટ કરવાની ક્ષમતા છે કે કોને કેવી રીતે ટાર્ગેટ કરી શકાય. તેના કારણે મને એવું લાગે છે કે અરવિંદ કેજરીવાલ ફાઈટ તો આપશે.
ગોપી ઘાંઘરઃ ઓપીનીયન પોલ જે આવી રહ્યા છે તેમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર 10થી 15 ટકા આસપાસ અંદાજીત નક્કી કરવામાં આવી રહ્યો છે. ગુજરાતનો ઈતિહાસ જોઈએ તો 18 ટકા વટાવે પછી પહેલી સીટ મળે. શું લાગે છે આ આ લડાઈ નેશનલ પાર્ટી બનવાની છે કે આમ આદમી પાર્ટી પ્રધાનુમંત્રીનું, અમિત શાહનું ગૃહ રાજ્ય છે તેમાં પોતાનું સ્થાન બતાવવા માગી રહી છે?
રાજદીપ સરદેસાઈઃ બહુ સારો પ્રશ્ન છે, આજે સારો આર્ટીકલ આવ્યો છે દ હિન્દુમાં, તેમાં એવું લખ્યું છે કે, ગુજરાતની ચૂંટણી લોકલ લીડરની નથી નેશનલ લીડરની છે. એક નરેન્દ્ર મોદીજી, એક અમિત શાહજી, એક અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના મોટા નેતા કોણ છે તે મોટો પ્રશ્ન છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરે છે પણ હમણાં સુધી તે ગુજરાત પહોંચ્યા નથી તો મને લાગે છે કે આ જે ચૂંટણી છે જે નેશનલ ઈલેક્શન જેવી થવા જાય છે. જેમાં એક તરફ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને બીજી તરફ અરવિંદ કેજરીવાલ. અને કોંગ્રેસ લોકલ ઈલેક્સનમાં લોકલ ઈશ્યૂ પર જોર આપીને આગળ ચાલી જાય છે. મને લાગે છે કે કોંગ્રેસને આ ચૂંટણીની રણનીતિ લોકલ પર કરવાની લાગે છે. કોંગ્રેસને ખબર છે કે અમે આ ઈલેક્શન મોદીજી પર લડ્યા તો અમે હારશું તો લોકલ ઈલેક્શન થાય તો તેમને થોડો ફાયદો થઈ શકે.
ગોપી ઘાંઘરઃ બીજો મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે, ભરતસિંહ સોલંકીનું નિવેદન હતું કે આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન પર કોંગ્રેસ વિચારી રહી છે. તમને લાગે છે કે આ શક્ય છે?
રાજદીપ સરદેસાઈઃ ના, મને બિલકુલ નથી લાગતું. ગોવાની ચૂંટણી પહેલા પણ એવું કહ્યું હતું કે આવું ગઠબંધન થશે પણ નહીં થાય. આપના જે કાર્યક્રમ છે, એની જે લીડરશીપ છે, દિલ્હીમાં પણ ચૂંટણી છે, એમસીડીની ચૂંટણી પણ થવાની છે ડિસેમ્બરમાં, ત્યાં પણ ગઠબંધન નથી થવાનું. આમ બોલવા માટે ઠીક છે. લોકલ લેવલ પર આવી બેઠકો હશે જેમાં આવી સિક્રેટ અન્ડરસ્ટેન્ડીંગ થઈ જાય પણ તે 10, 12, 15, 20 સુધી 182 બેઠકો પર આવું ગઠબંધન થાય તેવું મને લાગતું નથી. અરવિંદ કેજરીવાલ તો તૈયાર નથી.
ગોપી ઘાંઘરઃ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરવાના છે અને આવતીકાલે તેની જાહેરાત કરવાના છે. તેનાથી પાર્ટીને ફાયદો થશે ખરો? કારણ કે ગુજરાતમાં કોંગ્રેસે ક્યારેય પણ પોતાનો ચહેરો જાહેર નથી કર્યો. ભાજપ પણ હાલના મુખ્યમંત્રીના ચહેરા પર લડે છે.
રાજદીપ સરદેસાઈઃ જુઓ, પંજાબમાં તો તેનો ફાયદો થયો. જ્યારે અરવિંદ કેજરીવાલે ભગવંત માનને મુખ્યમંત્રી તરીકેનો ચહેરો કહ્યો તો તેનો તેમને ફાયદો થયો પણ ગોવામાં કોઈ ફાયદો નથી થયો. ગોવામાં પણ એવો પ્રયત્ન કર્યો, ઉત્તરાખંડમાં પણ પ્રયત્ન કર્યો તેમાં તો ફાયદો નથી થયો. મને જે જાણકારી છે જેમાં ગઢવીજી છે જે ટીવી એન્કર હતા. તેમની પોપ્યુલારિટી છે પરંતુ મને નથી લાગતું કે તે એટલો પ્રભાવ પાડી શકે.
ગોપી ઘાંઘરઃ પણ ચહેરો જાહેર કર્યાનો ચૂંટણીમાં ફરક પડે છે? કારણ કે રણનીતિ બદલાઈ જાય છે.
રાજદીપ સરદેસાઈઃ તમે ઉત્તરાખંડ, ગોવામાં જુઓ તો તેનો કોઈ ફાયદો મળ્યો નથી પરંતુ તે જ જાહેરાતનો પંજાબમાં ફાયદો થયો છે. તો પહેલા તો તમારી લોકપ્રિયતા જોઈએ. ફક્ત નામ પર ચૂંટણી ન જીતી શકાય, તમે નામ બનાવી દો. તેમાં બહુ ઓછો ફરક પડે છે. આ કોઈ પ્રેસીડેન્સિયલ સ્ટાઈલ ઈલેક્શન નથી. આ લોકલ ઈલેક્ક્ષન છે.
ગોપી ઘાંઘરઃ તમને લાગે છે કે ગુજરાતીની સામે બહારના… આ મુદ્દો પણ આવનારા સમયમાં ચૂંટણી મુદ્દો બની શકે?
રાજદીપ સરદેસાઈઃ હા બની શકે છે. જો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનું ગુજરાતમાં જોર વધે તો જરૂર બહારના સામે ગુજરાતી તેવું એક યુદ્ધ થઈ શકે તેની શક્યતાઓ છે, પણ હજુ પણ હું કહી શકું છું કે ગુજરાતની રાજનીતિમાં તમે રાતોરાત નંબરવન પાર્ટી થાઓ તે મુશ્કેલ છે. અરવિંદ કેજરીવાલ આ ઈલેક્શનમાં નંબર 2 પાર્ટી માટે લડે છે ન કે નંબર 1 બનવા માટે.
ગોપી ઘાંઘરઃ ગુજરાતમાં 27 વર્ષનું શાસન છે, પ્રધાનમંત્રીનો ચહેરો છે અને સામે કેજરીવાલની ફ્રિની વાતો છે, કોંગ્રેસ પણ ફ્રિ આપવાની વાતો કરે છે, શું લાગે છે જંગ કોની વચ્ચે થશે અને જીત કોની થશે?
રાજદીપ સરદેસાઈઃ મને આજે તો લાગે છે કે ભાજપને ગુજરાતમાં હરાવવું મુશ્કેલ છે અને થોડું ગણું અશક્ય પણ છે. મને ખરું કહું તો લાગે છે કે આજની તારીખમાં ભાજપને હરાવી શકાય તેવું લાગતું નથી. હજુ એક ઈલેક્શન લાગ છે. હા એક હથ્થુ શાસન છે, લોકલ લેવલ પર મને નથી લાગતું કે 150 મળશે. જે તેમનો ટાર્ગેટ છે જે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવાની વાત છે તેવું મને નથી લાગતું. મને લાગે છે આજના સમયમાં ભાજપને ફાયદો છે, ભાજપ ફ્રન્ટ રનર છે.
ADVERTISEMENT