'સમાજનું હિત એ જ મારું હિત', પરસોત્તમ રુપાલાના વિરોધમાં રાજ શેખાવતનું ભાજપમાંથી રાજીનામું

Parasottam Rupala Statement Controversy: રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન બદલ બે વખત માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે.

Parasottam Rupala Statement Controversy

પરસોત્તમ રુપાલાના નિવેદનને લઈને 'રાજીનામું'

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ

point

બે વખત માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ

point

રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું

Parasottam Rupala Statement Controversy: રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન બદલ બે વખત માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. કરણી સેનાના પ્રમુખે ભાજપનાં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું

ગોંડલમાં ગઈકાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવી વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે,  ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને એક કાર્યક્રમમાં નિમ્નસ્તરનું નિવેદન કર્યું છે. તેમના નિવેદનથી સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ રોષમાં છે, તેમ છતાં પણ ભાજપ દ્વારા કોઈ પગલુ ભરવામાં આવી રહ્યું નથી. આથી હું રાજ શેખાવત તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી હું રાજીનામું આપી રહ્યો છું.

આ પણ વાંચોઃ Controversial Statement: ગોંડલમાં રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું, અમારો વિરોધ ચાલું છેઃ વીરભદ્રસિંહ જાડેજા

સમાજ મારા માટે સર્વોપરી: રાજ શેખાવત

તેઓે જણાવ્યું કે ' આજ પછી હું ભાજપના કોઈ પણ પદ પર રહીશ નહીં. સમાજ મારા માટે સર્વોપરી છે, આજે હું જે પણ છું એ સમાજના લીધે છું, સમાજનું હિત એ જ મારું હિત એટલે આજે હું ડૉ.રાજ શેખાવત તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપું છું.' 

આ પણ વાંચોઃ ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા?: જયરાજસિંહે કહ્યું-'વિવાદ પૂર્ણ', તો પદ્મિનીબાએ કહ્યું- 'રાજકીય રોટલા શેકવાના બંધ કરો'

 

શું છે સમગ્ર મામલો?

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ વધી રહ્યો છે. એક ખાનગી કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ અંગે કરેલા નિવેદન પછી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધતા તેઓએ  માફી માંગી લીધી હતી. છતાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. જે બાદ ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા આક્રોશને ઠારવા માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી હતી. 

ગઈકાલે યોજાયું હતું સંમેલન

જેથી ગઈકાલે ગોંડલના શેમળા ખાતે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી માફી માંગી હતી. 

    follow whatsapp