Unseasonal Rain: કરા...ગાજવીજ...ભારે પવન...ભરઉનાળે ગુજરાતમાં અષાઢી માહોલ, રસ્તાઓ થયાં પાણી-પાણી

Unseasonal Rain : ગુજરાતમાં અત્યારે ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. અત્યારે કાળઝાળ ગરમીની વચ્ચે અરવલ્લી, વલસાડ, બનાસકાંઠા, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

Unseasonal Rain In Gujarat

ભરઉનાળે ગુજરાતમાં અષાઢી માહોલ

follow google news

Unseasonal Rain In Gujarat : ગુજરાતમાં અત્યારે ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. અત્યારે કાળઝાળ ગરમીની વચ્ચે અરવલ્લી, વલસાડ, બનાસકાંઠા, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી મહોલ છવાતા સ્થાનિકોને આંશિક રાહત મળી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા છે. 

 

ડાંગ જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન! 

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, આ વરસાદથી કેરી પકતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. 

 

પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત

રાજ્યમાં પ્રી-મોન્સૂન  એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને ઉત્તર પૂર્વીય સાઈક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાના કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. ગઈકાલે નર્મદાના ડેડિયાપાડામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ જિલ્લાના સરીબાર, કોકમ અને મોહબીમાં હળવો વરસાદ પડ્યો હતો. તો દાહોદના લીમડી ખાતે પણ વરસાદી માહોલ છવાયો હતો. ગુજરાતના પ્રિય હિલસ્ટેશન સાપુતારામાં કરા સાથે વરસાદ પડતા સહેલાણીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. 

જાણો આજે ક્યાં વિસ્તારમાં કરાઈ છે આગાહી


સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવવવામાં આવ્યું છે કે, આજે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી,  નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,  તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આવતીકાલે આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ

આવતીકાલે 14મેના રોજ સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, બોટાદ, અમરેલી, ગીરસોમનાથમાં હળવો વરસાદ વરસી શકે છે. 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. તો 16 મેના રોજ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 5થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે. અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

    follow whatsapp