રોનક જાની/વલસાડ: વલસાડમાં આયોજિત ભજન કાર્યક્રમમાં લોક ગાયક પર 10, 20, 50 અને 100 રૂપિયાની લાખો નવી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા ગાયના રક્ષણ અને સેવા માટે ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ગુજરાતી લોક ગાયક કીર્તિદાન ગઢવી અને ગાયિકા વનિતા પટેલનો ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેને સાંભળવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.
ADVERTISEMENT
વ્યંઢળ સમાજે પણ કર્યો નોટોનો વરસાદ
કીર્તિદાન અને વનિતા પટેલના ભજન કાર્યક્રમમાં લોકોએ 100 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો, જેમાં સ્ટેજ પર યુવાનો અને વડીલોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો અને સમગ્ર સ્ટેજ નોટોથી ભરાઈ ગયું હતું. કાર્યક્રમમાં વ્યંઢળ સમાજે પણ નોટોનો વરસાદ કર્યો હતો. ગુજરાતમાં દર વખતે ભજનના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો વરસાદ થાય છે.
ગાયોની સેવાના આશયથી ભજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું
વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળ રક્ષા દળ દ્વારા આયોજિત આ ભજનના કાર્યક્રમમાં લાખો રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. ગાયોની સેવા કરવાના આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિમાર ગાયોની સારવાર પણ કરવામાં આવી હતી અને એવી ગાયોની સેવા કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો કોઈ માલિક નથી
ADVERTISEMENT