અમદાવાદ: રાજસ્થાન પર સાયક્લોનિક એર સર્ક્યુલેશ સર્જાતા ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ADVERTISEMENT
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તો આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ તથા દાદરાનગર અને હવેલીમાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવા છે.
ગઈકાલે રાજ્યના 131 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં મહેમદાવાદમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે લુણાવાડામાં 2 ઈંચ, નડિયાદમ, નેત્રંગ, લાખાણી, મહુધા, બાલાસિનોરમાં અનુક્રમે 1.75 ઈંચ, મોડાસા, વાલીયા, આણંદ, જાંબુઘોડામાં 1.5 ઈંચ તો પાટણ, શહેરા, ધાનપુર ડાંગ, વિજાપુર, ગોધરા, ઉમરપાડા, કડી, દેસર અન બાયડમાં પણ સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT