રાજ્યમાં આજે પણ અમદાવાદ, ભાવનગર સહિત આ 8 જિલ્લામાં માવઠાની આગાહી, ક્યારથી બંધ થશે વરસાદ?

અમદાવાદ: રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ માવઠાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ખેતરમાં ઊભા પાકને મોટા…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ માવઠાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ખેતરમાં ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જોકે હજુ આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આજે પણ વરસાદની આગાહી છે.

આજે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
હવામાન વિભાગ મુજબ, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, બોટાદ, અમરેલી દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. જોકે રાહતની વાત એ છે કે આવતીકાલે રવિવારથી રાજ્યમાં વરસાદની નહિવત શક્યતા છે.

રાજ્યમાં માવઠાના કારણે ખેતીને મોટું નુકસાન
નોંધનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યના વાતાવરણમાં એકદમ પલટો આવ્યો હતો. સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે ઉનાળામાં પણ અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. વરસાદના પગલે રાજ્યમાં ઘઉં, ચણા, કેરી, તરબૂચ, કપાસ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતોની મહિઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

    follow whatsapp