વડોદરાઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. તેવા ટાંણે વડોદરામાં આજે વહેલી સવારે જ વરસાદનું આગમન થઈ ગયું હતું. કમોસમી વરસાદથી જ્યાં એક તરફ ગરમીનો માર ઓછો થતા રાહતનો અનુભવ થયો હતો ત્યાં ઘણા ખેડૂતો માટે આ વરસાદ પાકને લઈને ચિંતાનો વિષય બન્યો હતો. આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા રવામાં આવી છે. વડોદરામાં આજે વહેલી સવારે વરસાદની એન્ટ્રી થઈ હતી. જોકે અહીં સામાન્ય વરસાદ રહ્યો હતો. વરસાદના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જે અહીં દર્શાવ્યા છે. આ તરફ અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ઘણા વિસ્તારોનું વાતાવરણ અચાનક ફેરવાયું હતું જેમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ થતા જ ખેડૂતો ચિંતિત થયા હતા.
ADVERTISEMENT
આજે દિલ્હી MCD મેયરની ચૂંટણીમાં તંગદીલીના અણસારઃ માર્શલ રહેશે તૈનાત
આગાહી શું કહે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 26મીએ ડાંગ, તાપી, દાહોદ અને નર્મદાના વિસ્તારોમાં વીજળી સાથે સામાન્ય વરસાદ પડે તેમ છે. એટલું જ નહીં આ તરફ સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં તમામ જિલ્લાઓમાં શુષ્ક તાપમાન રહે તેવી શક્યતાઓ છે. તે પછી 27મીએ દાહોદ, તાપી અને નર્મદામાં જ છૂટોછવાયો વરસાદ, વાવાઝોડું, વીજળીના કડાકા થાય તેવી સંભાવનાઓ છે. ભારે પવનને કારણે કેટલાક સંવેદનશીલ માળખાઓને નુકસાન પહોંચી શકે તેમ છે. ખાસ કરીને ઝૂંપડા, દીવાલો, હોર્ડિંગ્સ વગેરે. આ કારણે જ વાવાઝોડા દરમિયાન અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ અપાય છે.
28મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વીજળી સાથે વાવાઝોડું ફૂંકાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. ખાસ કરીને, રાજકોટ, અમરેલી, કચ્છ, દાહોદ, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં વાવાઝોડું આવે તેવી સંભાવના છે.
(ઈનપુટઃ દિગ્વીજય પાઠક, વડોદરા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT