સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત જિલ્લામાં પડી રહેલા અવિરત ધોધમાર વરસાદને પગલે પલસાણા ખાતે આવેલી સંજીવની હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અહીં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સગા સંબંધીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. તંત્રની બેદરકારીને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ADVERTISEMENT
યુનિફોર્મ સિવિલ કોડ પર મોદી સરકારને મળ્યું મોટું સમર્થન, આમ આદમી પાર્ટીએ કહ્યું- લાગુ થવો જોઈએ
પાણી ભરવાની સમસ્યા બની વાર્ષીક ઘટના
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા, પાલોદ, કીમ ચારરસ્તા સહિતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે કીમ માંડવી સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા હતા. હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. યોગ્ય વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે હાઇવે પર પાણી ભરાય છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે અહીં વરસાદના પાણી ભરાઈ જવાની જાણે કે વાર્ષીક ઘટના બની ગઈ છે. તંત્ર દર વર્ષે આ જ સ્થિતિ જોવા છતાં કોઈ નક્કર પગલા ભરી રહ્યું ન હોવાનું આજે પણ જોવા મળ્યું છે.
ADVERTISEMENT