કચ્છમાં ધોધમાર વરસાદઃ ભારે પવનથી કંડલા પોર્ટ પર બે ક્રેન ભટકાઈઃ Videos

કૌશિક કાંટેચા.કચ્છઃ રાજ્ય માં વાતાવરણ માં અચાનક પલટો આવ્યો છે અને તેમાં કચ્છમાં ગાજ વીજ અને કરા પડ્યા છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો…

gujarattak
follow google news

કૌશિક કાંટેચા.કચ્છઃ રાજ્ય માં વાતાવરણ માં અચાનક પલટો આવ્યો છે અને તેમાં કચ્છમાં ગાજ વીજ અને કરા પડ્યા છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘણા બિલ્ડિંગ્સને નુકસાન થયું છે તો કંડલા પોર્ટ પર તો મહાકાય ક્રેન જ પવનમાં ફેંકાતી જોવા મળી હતી. રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાનમાં પલટો આવ્યો હતો, કચ્છમાં અચાનકનાં વાતાવરણ માં પલટો આવતા ગ્રામ વિસ્તારો માં ભારે પવન કારણે નુકસાનીના દૃશ્યો સામે આવ્યા હતા. જેમાં અમુક જગ્યા વૃક્ષો ધરાશાઈ થયા તો ક્યાંક વાડી વિસ્તારમાં ઘરોનાં પતરા ઉડી તૂટી પડતાં નુકસાન થયું છે.

ટિકિટના ભાવ ઘટવા લાગ્યાઃ IPL Final માટે સોશ્યલ મીડિયા પર હરાજી!

પાણીની ટાંકીઓ પણ ઉડી ગઈ
અંજાર, આદિપુર, ગાંધીધામ, ભુજ માં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ગાંધીધામ આદિપુરમાં અનેક જગ્યા નુકસાનીના સમાચાર સામે આવ્યા છે. જેમાં વીજપોલ ધરસાઈ થયા, પાણીની ટાંકીઓ હવામાં ઉડી, બિલ્ડિંગ-છતના કેટલાક ભાગો ફેંકાયા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એક તરફ ગુજરાત અને ચેન્નાઈની ટીમ વચ્ચે ફાઈનલ આઈપીએલ રમાવાની છે અને વરસાદની આગાહીને લઈને ક્રિકેટ રસિકો ચિંતામાં છે ત્યાં હવે કચ્છના વાતાવરણને કારણે તેમની ચિંતા વધુ ઘેરાઈ છે… જુઓ આ વીડિયોઝ…..

    follow whatsapp