Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં 99 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં, જાણો આજે શું હવામાન વિભાગની આગાહી

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

ગુજરાત વરસાદ લાઈવ

Gujarat Rain

follow google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:46 PM • 21 Jul 2024
    બપોરના 4 વાગ્યા સુધીમાં કેટલો નોંધાયો વરસાદ ?

     

  • 04:42 PM • 21 Jul 2024
    Gujarat Rain: અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ

    ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. રાજુલા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારો નાગેશ્રી, મીઠાપુર, કાગવદર, ભટ્ટવદર ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તો  રાજુલાના હિંડોરણા, છતડીયા, કડીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

  • 02:00 PM • 21 Jul 2024
    પોરબંદરમાં ભારે વરસાદને કારણે નુકસાન

    પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદના વિરામ બાદ પણ લોકોના ઘરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. છાયા પ્લોટ અને છાયા ચોકી વિસ્તારોમાં ઘરોમાં બે-ત્રણ ફુટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તંત્રની નિષ્ફળતા સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

  • 01:15 PM • 21 Jul 2024
    જૂનાગઢના ઘેડના ઓસા ગામમાં પાણી ફરી વળ્યા

    જૂનાગઢના ઘેડના ઓસા ગામમાં પાણી ફરી વળ્યા છે. નદીઓના પાણી ગામોમાં ભરાતા ગોઠણ ડૂબ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. શાળા, દવાખાના હોય કે ગામની બજાર બધું જ પાણીમાં ગરકાવ  થઈ ગયું છે. ગ્રામજનોએ કહ્યું કે, સરકાર કહે છે કે સ્થિતિ નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ તંત્ર કે નેતાઓ હજુ દેખાયા નથી. 3 દિવસથી વરસાદી પાણીને લઈને સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે.

  • 10:01 AM • 21 Jul 2024
    Gujarat Rain: સવાડિયા ગામ સંપર્ક વિહોણું

    સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. જેના કારણે ચારેકોર પાણી-પાણી જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી-ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ત્યારે જૂનાગઢના કેશોદનું પસવાડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સાબરી ડેમના 7 દરવાજા બે ફૂટ ખોલવામાં આવતા તેનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. સાબરી અને બડોદરી નદીના પાણી પસવાડિયા ગામમાં ફરી વળ્યાં છે.

     

  • 09:55 AM • 21 Jul 2024
    સોમવારે પણ ભારે વરસાદની આગાહી

    હવામાન વિભાગ દ્વારા સોમવારે એટલે કે આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે ભાવગર, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 

     

  • 09:52 AM • 21 Jul 2024
    સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં રેડ એલર્ટ

    આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આજે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યાં આજે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. તો નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ છે. અહીં પણ આજે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 

    જ્યારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

  • 09:51 AM • 21 Jul 2024
    Meteorological department forecast: આજે શું છે હવામાન વિભાગની આગાહી?

    સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની સરહદ પરના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતા 12 કલાકમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે, જે બાદ એકસાથે 4 સિસ્ટમ સક્રિય થશે. જેથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદવી આગાહી કરી છે. 

  • 09:51 AM • 21 Jul 2024
    Gujarat Rain : સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ

    સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદથી ચારે તરફ હાહાકાર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તો મેઘતાંડવની હાલત સર્જાઈ છે. ગઈકાલે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં દ્વારકામાં 168 મિમિ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢમાં 133 મિમિ વરસાદ નોંધાયો છે. વેરાવળમાં 117 મિમિ, તાલાલામાં 103 મિમિ, વંથલીમાં 92 મિમિ, માણાવદરમાં 74 મિમિ, માંગરોળમાં 62 મિમિ, વાપીમાં 53 મિમિ વરસાદ નોંધાયો છે.

follow whatsapp