અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે અને ઘણા વિસ્તારોમાં ભારે પવનને કારણે તારાજી જેવી હાલત થઈ છે. કચ્છમાં ઠેરઠેર લોકોના મકાનોની છતો, પાણીની ટાંકીઓ અને હજારો કિલો વજન ધરાવતી ક્રેન પણ ફેંકાઈ ગઈ એવો પવન શરૂ થયો હતો. ત્યાં આ તરફ કચ્છમાં 28 પશુ વીજળી પડવાના કારણે મોતને ભેટ્યા છે. બનાસકાંઠામાં કરા પડ્યા છે જ્યારે અમરેલી અને પાલિતાણામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
ADVERTISEMENT
કમોસમી વરસાદે સર્જી તારાજી
ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી પ્રમાણે આજે પણ શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને બનાસકાંઠામાં આજે અચાનક વાતાવરણ પલટી ગયું હતું. સુઈ ગામ પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થવા પામ્યું છે. આ તરફ જુનાગઢમાં વાતાવરણ પલટો થતા ગિરનાર રોપવે બંધ કરાઈ હતી. ઘણા પ્રવાસીઓ ફસાયા હતા જેમને નીચે ઉતારવાની તજવીજ હાથ ધરાઈ હતી.
જુનાગઢઃ દીકરીએ માતાને દસ્તાના 17 ફટકા મારી પતાવી દીધીઃ પ્રેમીને મળવા ઘરે બોલાવ્યો મા જાગી ગઈ
કચ્છના મોડસર ગામે વીજળી પડવાના કારણે 28 જેટલા પશુઓના મોત થયા હતા. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. જે પ્રમાણે વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું. વીજળી ત્રાટકતા 28 પશુઓનો જીવ ગયો હતો. જેમાં 16 બકરા અને 12 ઘેટાનો સમાવેશ થાય છે. આ વીજળીમાં પશુઓનું અચાનક મોત થતા માલધારી પર પણ આભ તૂટ્યું હતું. બીજી બાજુ અમરેલી શહેર અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલાના ઘોબા, ભામોદ્રા, ઠાસા, લુવારા, પીપરડી ગામમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન ફૂંકાયા પછી ઝાપટા સાથે વરસાદ પડ્યો હતો. આ તરફ લીલીયાના નાના રાજકોટ, કણકોટ, વડીયા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો.
વીજળીના ભારે કડાકા અને જાણે કે મીની વાવાઝોડું હોય તેવી રીતે પવન ફૂંકાયો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ઘણા વિસ્તારોમાં વીજળીઓ પણ ગુલ થઈ ગઈ હતી. ભાવનગરમાં ગઈકાલે જ પડેલા વરસાદથી ખેડૂતો પરેશાન હતા ત્યાં હવે પાલીતાણા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે જોરદાર માવઠું ફરી વળ્યું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળો છવાયા પછી ધોધમાર વરસાદ ખાબ્યો હતો.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી/ નીતિન ગોહિલ, ભાવનગર/ ધનેશ પરમાર, બનાસકાંઠા/ કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT