અમરેલીઃ ઉનાળો લંબાશે તેવી આગાહી વચ્ચે અમરેલીમાં ચોમાસા જેવો ઘાટ ઘડાયો છે. થોડા દિવસ સતત કમોસમી વરસાદ વરસ્યો અને પછી વિરામ લીધા પછી હવે ફરીથી અમરેલીમાં વરસાદ શરૂ થયો છે. ગુજરાતના ભાવનગરમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જોકે વરસાદી માહોલ ગુજરાતના વડોદરા, અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં વાદળીઓને કારણે જોવા મળ્યો હતો. કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોની અસહ્ય ગરમી વચ્ચે વાદળા છવાતા ગરમીમાં આંશિક રાહત મળી હતી. ત્યારે હવે અમરેલીમાં વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT
અમરેલીમાં કમોસમી વરસાદે ટુંકા દિવસોની બ્રેક લઈને ફરી બેટિંગ શરૂ કરી છે. અમરેલી જિલ્લામાં ભર ઉનાળે ફરી વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલાના વિજપડી, મઢડા, મોદા ગામમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ટુંકા ગાળાના વિરામ પછી ભારે પરવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોને ફરી વરસાદે ભીંજવતા જગતના તાતની ચિંતા વધી છે.
અમિતાભ-અનુષ્કાના બાઇક રાયડરને ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ, ભરવું પડશે આટલું ચલણ
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT