GUJARAT ના 91 તાલુકાઓમાં વરસાદ, જાંબુઘોડામાં 5 ઇંચ વરસાદથી ખેડૂતો ત્રાહીત્રાહી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તબક્કાવાર વરસાદ નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે…

gujarattak
follow google news

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તબક્કાવાર વરસાદ નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જાંબુઘોડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોરવા હડફમાં 4, ગોધરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

પાછોતરા વરસાદના કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાછોતરા વરસાદને કારણે પાક અનુસાર ખેડૂતોમાં ખુશી અને ચિંતા જોવા મળી રહી છે. જેમ કે મગફળી માટે આ વરસાદ આશિર્વાદરૂપ સાબિત થઇ શકે છે. તો કપાસ માટે આ પાક નુકસાન સાબિત થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

5 ઇંચ વરસાદથી ખેડૂતથી માંડી સામન્ય પ્રજા પરેશાન

આ વર્ષે ગુજરાત પર મેઘરાજા વધારે જ ઓળઘોળ રહ્યા છે. અત્યાર સુધીમાં સરેરાશ 120 ટકા વરસાદ થયો છે. જ્યારે કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં તો 186 ટકા વરસાદ થઇ ચુક્યો છે. ઉત્તર ગુજરાતમાં 121, પૂર્વ ગુજરાતમાં 96, સૌરાષ્ટ્રમાં 109 અને ગુજરાતમાં 132 ટકા વરસાદ થઇ ચુક્યો છે.

    follow whatsapp