Gujarat Rain LIVE Updates: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, બે કાંઠે વહેતી થઈ નદીઓ; જનજીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

Gujarat Rain

ગુજરાતમાં વરસાદની આગાહી

follow google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:00 PM • 15 Jul 2024
    અમદાવાદમાં ચારેકોર પાણી-પાણી

    અમદાવાદમાં આજે સરેરાશ સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે આટલા જ વરસાદમાં અમદાવાદ શહેર પાણી-પાણી થઈ ગયું છે. સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમ્કો અને સૈજપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કાંકરિયા, મણિનગર, જશોદાનગર, નરોડા, ઓઢવ, દૂધેશ્વર, શાહપુર, દરિયાપુર, અમરાઇવાડીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદને પગલે અમદાવાદના રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે. તો  શહેરના એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સુધી કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે માત્ર એક ઇંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયો છે. 

  • 05:27 PM • 15 Jul 2024
    Gujarat Rain: ઉમરપાડામાં 6 કલાકમાં 16 ઈંચ વરસાદ

    ગુજરાતના ચેરાપુંજી કહેવાતા ઉમરપાડામાં સોમવારે સવારે માત્ર 6 કલાકમાં 16 ઈંચ વરસાદ નોંધાયો :છે. ભારે વરસાદને કારણે ઉમરપાડાની અનેક નદીઓ અને નાળાઓ ઉફાન મારી રહ્યા છે. ઉમરપાડામાં ફરી ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને એસડીઆરએફની ટીમ તૈનાત કરી છે. સોમવારે સવારે 4થી 6 વાગ્યા સુધીમાં 45 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 100 મીમી વરસાદ નોંધાયો હતો અને સવારે 8થી સવારે 10 વાગ્યા સુધીમાં 247 મીમી વરસાદ નોંધાયો હતો, આમ માત્ર 6 કલાક ઉમરપાડામાં કુલ 16 ઈંચ વરસાદ નોંધાયો છે.  ઉમરપાડામાં વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને એસડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરી છે. 

  • 05:16 PM • 15 Jul 2024
    પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

    પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, હું ગુજરાતના લોકોને સાવધાન કરવા માગું છું. હવે વરસાદ નહીં પરંતુ એક પ્રકારનું મેઘતાંડવ જોવા મળશે. બંગાળની ખાડીમાં એક મજબૂત લૉ પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબ સાગર પર અપર એર સાયક્લોનિક સર્કુલેશન બન્યું છે. તો ગુજરાત ઉપરથી મજબૂત ડીપ્રેશન પસાર થવાનું છે. આજથી 15 જુલાઈથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જોકે, અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. 
     

  • 03:57 PM • 15 Jul 2024
    ગાંધીનગરમાં વરસાદ શરૂ

    ગાંધીનગરના શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. કેટલાક દિવસોથી શહેરીજનો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગાંધીનગર શહેરના સેક્ટરો, વાવોલ,કુડાસણ  , સરગાસણ, સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

  • 01:41 PM • 15 Jul 2024
    ભરૂચ વરસાદઃ નેત્રંગના અનેક ગામો સંપર્ક વિહોણા

    ભરૂચમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચના નેત્રંગણાં સવારના 10 વાગ્યા સુધીમાં 5.5 ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક ગામો સંર્પક વિહોણા થયા છે. તો ભારે વરસાદના કારણે નીચે પાણી ભરાઈ જતાં નેત્રંગના મોરીયાણા ગામે એક યુવાન તાડના ઝાડ પર ફસાઈ ગયો હતો. જોકે, ગામના જ 32 વર્ષીય યુવાન જયેશ કનું વસાવાને તંત્ર દ્વારા રેસ્કયું કરી બચાવી લેવામાં આવ્યો હતો.

     

     

  • 12:55 PM • 15 Jul 2024
    અમદાવાદમાં વરસાદ શરૂ

    Ahmedabad Rain Update: અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ અમદાવાદમાં કાળા દિબાંગ વાદળો ઘેરાય ગયા છે.  ચાંદખેડા, ન્યૂ રાણીપ, પંચવટી, આંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. નરોડા, સરદાર નગર, એરપોર્ટ, ઇન્દિરા બ્રિજ પાસે  ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. 

  • 12:15 PM • 15 Jul 2024
    Gujarat Rain : મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ

    ડેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવો બનાવેલ મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા છે. ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

     

     

  • 12:03 PM • 15 Jul 2024
    Gujarat Rain : નેત્રંગમાં 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ

    ગુજરાતમાં વરસાદી મોસમ જામી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ભરુચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. ભારે વરસાદને પગલે  નદી નાળા છલકાયા છે. અમરાવતી નદી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. તો રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 

  • 11:58 AM • 15 Jul 2024
    ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ

    સુરત જિલ્લાના ઉમરપાડામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉમરપાડામાં 2 કલાકમાં 10 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે. ઉમપાડામાં સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 247 મિમિ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે લોલેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. 

  • 11:41 AM • 15 Jul 2024
    Ambalal patel Rain prediction: અંબાલાલ પટેલની ભારે આગાહી

    હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે‌થી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ભાગોમાં નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, થાન, લીંબડી, ચોટીલા, વિંછીયા, જસદણના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આગામી 48 કલાકમાં અમદાવાદ, સરખેજ, લાભા, નારોલ, સાણંદ, બાવળાના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત 48 કલાકમાં સુઈગામ‌,વાવ, દીયોદર અને થરાદના ભાગમાં વરસાદી ‌ઝાપટાં પડશે. 17-19 તારીખમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. 

  • 11:38 AM • 15 Jul 2024
    ભરૂચમાં વહેલી સવારથી વરસાદી માહોલ

    ભરૂચ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભરુચ જિલ્લાના 9 તાલુકા પૈકી 8 તાલુકામાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે.  સવારના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે રસ્તા પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. 

  • 10:49 AM • 15 Jul 2024
    ઉમરપાડામાં ચારેકોર પાણી-પાણી


    મોડી રાત્રે પડેલા મુશળધાર વરસાદને કારણે સુરત શહેરથી આશરે 100 કિલોમીટર દૂર આવેલા ઉમરપાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. અનેક નાના પુલો પર પાણી વહી રહ્યા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 10:42 AM • 15 Jul 2024
    Gujarat Rain : આજે ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી?

    હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.

  • 10:40 AM • 15 Jul 2024
    ગુજરાતની માથે 3 સિસ્ટમ સક્રિય

    ગુજરાત માથે એક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. 
     

  • 10:40 AM • 15 Jul 2024
    Gujarat Rain : 5 દિવસ વરસાદની આગાહી

    Gujarat Rain: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. તો હવામાન વિભાગે હજુ પણ આગાણી પાંચ દિવસ એટલે કે 15 જુલાઈથી 20 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. 
     

  • 10:39 AM • 15 Jul 2024
    ગુજરાતમાં આ સિઝનનો કેટલો નોંધાયો વરસાદ?

    ગુજરાત માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં સરરાશ 29.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર ઝોનમાં પડ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધીમાં 37.66 ટકા વરસાદ પડ્યો છે. 

  • 10:36 AM • 15 Jul 2024
    Gujarat Rain: 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ?

    ગુજરાતમાં 24 કલાકમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાકમાં ગુજરાતના 68 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં નોંધાયો છે, અરવલ્લી જિલ્લાના મોડાસામાં 24 કલાકમાં 90 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદમાં 64 મિમિ, ઉમરપાડામાં 45 મિમિ, ગોધરામાં 38 મિમિ, મહીસાગરના વીરપુરમાં 37 મિમિ, સોનગઢમાં 27 મિમિ વરસાદ નોંધાયો છે. 

follow whatsapp