અમૃતના નામે ઝેર! ગુજરાતની ઘી બનાવતી બે મોટી પેઢીઓમાં પર રેડ, મોટા પ્રમાણમાં નકલી જથ્થો જપ્ત

તપાસ દરમિયાન બંને પેઢીમાં મળી રૂ. 53 લાખની કિંમતનો 8200 કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યા

ગુજરાતની ઘી બનાવતી બે મોટી પેઢીઓમાં પર રેડ

Fake Ghee Factory

follow google news

Fake Ghee Factory: બનાસકાંઠામાં બે પેઢી ખાદ્ય પદાર્થોમાં ભેળશેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા બંને પેઢી ખાતે રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને પેઢીમાં મળી રૂ. 53 લાખની કિંમતનો 8200 કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે.

શ્રીમુલ ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના કાણોદર ખાતે શ્રીમુલ ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. પેઢીના માલિક શ્રી વિપુલભાઈ રાવલની હાજરીમાં પૃથ્થકરણ માટે શ્રીમુલ ઘીનાં 03 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. 41.86 લાખની કિંમતનો 6354 કિ.ગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

નમસ્તે ફૂડ પ્રોડ્ક્સમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો

તેવી જ રીતે, કાણોદર ખાતે નમસ્તે ફૂડ પ્રોડ્ક્સમાં રેડ કરતા ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો તેમજ પેઢીનાં માલિક વગર પરવાને ઘીનું ઉત્પાદન કરતાં હોવાનું જણાયું હતું. પેઢીના માલિક ફિરોઝહૈદર અઘારીયાની હાજરીમાં નમસ્તે ઘીનાં 06 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. 10.82 લાખની કિંમતનો 1754 કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 
 

    follow whatsapp