કૌશિક જોશી, સેલવાસ: એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને ગુજરાતના વલસાડ જિલ્લામાં દરોડા પાડયા છે. જેમાં દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ પટેલ તથા તેમના સાથીઓ પર ED એ તપાસ હાથ ધરી છે. ત્યારે ED ને સુરેશ પટેલ તથા તેમના સાથીદારોને ત્યાંથી 1.62 કરોડના રોકડ સહિત અનેક પુરાવા મળી આવ્યા. અઅ સમગ્ર મામલે ED એ ટ્વિટ કરી માહિતી આપી છે.
ADVERTISEMENT
જાણો શું લખું છે ટ્વિટમાં
EDએ PMLA, 2002 હેઠળ 19-6-2023ના રોજ દમણ (UT) અને વલસાડ (ગુજરાત)માં 9 રહેણાંક અને વ્યાપારી જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું હતું. 2000 રૂપિયાની ચલણી નોટોમાં 1 કરોડ,100 થી વધુ મિલકતો, પાવર ઓફ એટર્ની, પેઢીઓ/કંપનીઓ/સ્થાનો અને રોકડ વ્યવહારો સંબંધિત વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ પુરાવાઓ અને 3 બેંક લોકરની ચાવીઓ જપ્ત કરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલ ને ત્યાં સોમવારના રોજ ઇન્ફોર્સમેન્ટ ડિરેકટેડ ( ઈ.ડી.) ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટીમે સવારથી સુખા પટેલના નિવાસ સ્થાનની સાથે તેમના પેટ્રોલ પંપ, વાઇન શોપ અને શોરૂમ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સવાર થી લઈ મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહી દરમ્યાન ઈ.ડી. ની ટીમને સુખા પટેલને ત્યાંથી 2 બેગમાં સંતાડવામાં આવેલા રોકડા રૂપિયા 1.30 કરોડની આસપાસ ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી 1 કરોડની રકમ 2 હજાર ના દરની હોવાનું પણ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ સિવાય સુખા પટેલના સાળા કેતન ઉર્ફે ચકા પટેલના ઘરે પાડવામાં આવેલી રેડ દરમ્યાન ઈ.ડી. ની ટીમને 6 લાખ રોકડા અને અન્ય મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ સિવાય સુખા પટેલના અન્ય સંબંધિતો, સાગરીતો અને મિત્ર વર્તુળોને ત્યાં પાડવામાં આવેલા છાપા દરમ્યાન મોટી વાંકડ ગામે થી 22 લાખ રોકડા, પારડીના કોલક ગામે પડેલા છાપા માં મહત્વના દસ્તાવેજો તથા પારડીના જ ડુંગરી ગામે રહેતા મિત્ર ને ત્યાંથી મહત્વના દસ્તાવેજો ઈ.ડી. ની ટીમે જપ્ત કર્યા હોવાની માહિતી મળવા પામી રહી છે. ઈ.ડી. ની ટીમે દમણ અને વલસાડ જિલ્લાના પારડી તાલુકા સહિત 5 થી 7 જગ્યાએ પડેલા છાપા દરમ્યાન આશરે 1.50 કરોડ ની આસપાસ જેટલી રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ED ની ઓફીસ પર હાજર થવા સમન્સ
હાલ તો ઈ.ડી. ની ટીમે સુખા પટેલના બેંક એકાઉન્ટ, લોકર સહિત અન્ય પરીવારના સદસ્યોના બેંક એકાઉન્ટ ની તપાસ હાથ ધરી હોવાનું તથા સુખા પટેલના 3 થી 4 જેટલા સાગરીતો અને સંબંધીઓ ને સુરત ખાતે આવેલી ઈ.ડી. ની ઓફીસ પર હાજર થવા સમન્સ પાઠવ્યું હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુખા પટેલ જે આર્મ્સ એક્ટ હેઠળ દાખલ થયેલા એક ગુનામાં હાલમાં જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે ઈ.ડી. દ્વારા પાડવામાં આવેલા છાપા ની કાર્યવાહી ને લઈ હાલ તો દમણમાં આ ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
પહેલા હતો ભાજપમાં
દમણનો નામચીન બુટલેગર સુખા પટેલ ઘણા સમયથી દમણની જેલ માં છે. પહેલા સુખા પટેલ ઉર્ફે સુરેશ પટેલ ભાજપ સાથે જોડાયેલ હતો. ત્યારે બાદ અપક્ષ ચૂંટણી લડી વર્ષ 2015માં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો હતો.
સુરેશ પટેલ જેલમાં છે
દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ પટેલ હમેંશા વિવાદોમાં જ રહ્યા છે. ડાભેલમાં થયેલી ડબલ હત્યા કેસના મુખ્ય આરોપી તરીકે હજી જેલમાં જ છે. સ્ક્રેપના ધંધાની અદાવતમાં સોપારી આપીને સુરેશ પટેલે હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે
ADVERTISEMENT