અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાની તબીયત નાદુરસ્ત થતા તેમને ગુજારતના અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને પગલે ટુંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં હોસ્પિટલ તરફ દોડી ગયા છે. દરમિયાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સંવેદના સાથે તેમની તબીયતમાં જલ્દી સુધારો થાય તેવી પ્રાર્થના કરી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, એક માં અને પુત્રના વચ્ચેનો પ્રેમ અનન્ત અને અનમોલ હોય છે. મોદીજી, આ કઠોર સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા કરું છું કે તમારા માતાજી જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય.
ADVERTISEMENT
આ પણ વાંચો…
7 ચોપડી ભણેલા ગુજ્જુ યુવકનો અનોખો જુગાડ, બાઈકના એન્જિનમાંથી 30 હજારમાં ટ્રેક્ટર બનાવી નાખ્યું
હીરાબા હોસ્પિટલમાં દાખલ: PM મોદીના આગમન પહેલા અમદાવાદને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયું
અમદાવાદમાં ઈન્જેક્શન મારી મા-દીકરીની હત્યા કરનાર 10 પાસ મનસુખે એક બાળકની પણ સર્જરી કરી હતી
નો ડ્રોન ફલાય ઝોન જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત બગાડતાં તેમને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. ત્યારે હીરા બાના ખબર અંતર પૂછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી ગયા છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવાર બપોરે 4 વાગ્યાના અરસામાં અમદાવાદ આવી પહોંચ્યા છે.
હોસ્પિટલ પર નેતાઓનો જમાવડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત લાથડતા તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલ ખાતે રાજ્યભરના નેતાઓ અને અગ્રણીઓ એક પછી એક પહોંચવા લાગ્યા છે. કે કૈલાસનાથન યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉપરાંત ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય કોશિક જૈન પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. સાથે જ રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી પણ યુ એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT