અમદાવાદ : રાહુલ ગાંધી આજે ગુજરાતનીમુલાકાતે હતા. અહીં તેમણે અને કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ ઉપરાંત તેમણે વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી. ગાંધી આશ્રમથી જ રાહુલ ગાંધીએ ભારત જોડો આંદોલનની શરૂઆત કરી હતી. હવે સમગ્ર દેશમાં ભારત જોડો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જો કે ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે રાહુલ ગાંધીએ ચૂંટણી અંગેના વાયદાઓ પણ આપ્યા હતા. સભામાં રાહુલ ગાંધીએ ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, કોરોના મૃતકોને 4 લાખની સહાય, 300 યુનિટ વિજળી ફ્રી, ગેસનો બાટલો 500 રૂપિયા અને અંગ્રેજી માધ્યમની શાળાઓ, કન્યાઓને મફત શિક્ષણ, 10 લાખ યુવાનોને રોજગારી જેવી વિવિધ જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
મોટા ભાગના વચનો આમ આદમી પાર્ટી આપી ચુકી છે
જો કે આ પૈકીની માટા ભાગની જાહેરાતઓ આમ આદમી પાર્ટી કરી ચુકી છે. રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલી જાહેરાતો બાદ તેમાં થોડો સુધારો વધારો કરીને જ જાહેરાત કરી દીધી હોય તેવું એક ચિત્ર ઉભુ થયું હતું. બીજી મહત્વની બાબત હતી કે, તેમણે આ સિવાય ભાષણમાં કોઇ જ ગુજરાતને લગતી વાત કરીનહોતી. વેપારીઓને જીએસટીથી તકલીફ પડી રહી છે તે મુદ્દો, સરદાર અને ગાંધીજીની આદર્શોની વાતો કરી હતી. પરંતુ તેમણે ગુજરાતના એક પણ મુદ્દે કાંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.
ગુજરાતની સમસ્યાઓનો અનાદર, કાર્યકરોમાં પણ કચવાટ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના ભાષણમાં ક્યાંય પણ ગુજરાત, ગુજરાતી કે ગુજરાતની અસ્મિતા અને સમસ્યાનો ઉલ્લેખ નહી થતા સ્થાનિક નેતાઓમાં કચવાટ જોવા મળ્યો હતો. જો કે કાર્યકરોને ટાઇગર કહીને રાહુલ ગાંધીએ કાર્યકરોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. તે સિવાય રાહુલ ગાંધીએ પોતાની દરેક સભામાં કરે છે તે વાતોને જ દોહરાવી હતી. જેમાં 4 5 ઉદ્યોગપતિઓને ફાયદો, ખેડૂતોની ખસતા હાલત જેવા સ્ક્રિપ્ટેડ મુદ્દાઓ હતા.
ADVERTISEMENT