નવી દિલ્હી : રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા 2: રાહુલ ગાંધીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત જોડો યાત્રા કાઢી હતી. આ યાત્રા કન્યાકુમારીથી શ્રીનગર સુધીની હતી. હવે રાહુલ બીજી ભારત જોડો યાત્રા કાઢશે. તે ગુજરાતથી મેઘાલય સુધી રહેશે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીની સંસદમાં વાપસી બાદ કોંગ્રેસ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રાહુલ ટૂંક સમયમાં તેમની બીજી ‘ભારત જોડો યાત્રા’ પર જશે. આ યાત્રા ગુજરાતથી મેઘાલય સુધીની હશે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ ભારત જોડો યાત્રા ભાગ 2 વિશે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો, તેથી હવે બીજી ભારત જોડો યાત્રા કાઢવાની તૈયારીઓ કરવામાં આવી છે.
નાના પટોલેએ કહ્યું કે, જે સમયે રાહુલ ભારત જોડો યાત્રા કાઢશે તે જ સમયે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ તેમના રાજ્યમાં પણ આવી જ યાત્રા કાઢશે. નાના પટોલેના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા પણ આવી છે. મહારાષ્ટ્ર બીજેપીના ઉપાધ્યક્ષ માધવ ભંડારીએ કહ્યું કે રાહુલની ભારત જોડો યાત્રા એક નિષ્ફળ યાત્રા હતી કારણ કે તે પછી કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી. ત્યારબાદ આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ 4 હજાર કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો.
રાહુલ ગાંધીને 136 દિવસ લાગ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, યુપી, પંજાબમાંથી પસાર થયા હતા. હવે બીજી ભારત જોડો યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફની રહેશે. હાલમાં, આ યાત્રા ક્યારે શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી છે.
આ નિર્ણય બાદ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરી દીધી છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું, ‘નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની તમામની અટક એક જેવી કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસ ચાલ્યો અને નીચલી કોર્ટ અને ત્યાર બાદ હાઇકોર્ટે રાહુલની સજા યથાવત્ત રાખી હતી. જેના પગલે રાહુલની સદસ્યતા છીનવાઈ ગઈ. જો કે મામલો સુપ્રીમમાં પહોંચ્યો અને કોર્ટે સજા પર સ્ટે લાદી દીધો. રાહુલ ગાંધીએ સાંસદ બન્યા બાદ સજા પર સ્ટે આપવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને કોઈ રાહત મળી ન હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, જ્યાં સજા પર રોક લગાવવામાં આવી. આ પછી રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી અને તેઓ ફરીથી વાયનાડના સાંસદ બન્યા.
ADVERTISEMENT