સુરત: રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના મામલામાં રાહુલ ગાંધી આજે સુરત આવ્યા હતા. સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. ત્યારે કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જોકે આ કેસમાં રૂ.10 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. ત્યારે રાહુલ ગાંધી દિલ્હી પરત ફરે તે પહેલા તેમણે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો.
ADVERTISEMENT
રાહુલ ગાંધીને જામીન મળ્યા બાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ફાઈવસ્ટાર હોટલમાં રાહુલ ગાંધીના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ અચાનક ગુજરાતી જમવાની ઈચ્છા વ્યક્ત કરતાં પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો અને સાસુમાં રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે લસણિયા બટાટાનો સ્વાદ માણ્યો હતો.
કોંગ્રેસ દ્વારા મેરિયટ હોટલમાં રાહુલ ગાંધી માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ રાહુલ રાહુલ ગાંધીએ કહ્યું, મને ગુજરાતી ડિશ ખાવાની ઈચ્છા છે. માટે ગુજરાતી ખાવાનું મળે ત્યાં જમીશ. સિક્યોરિટી માટેનો રૂટ સર્કિટ હાઉસથી મેરિયટ હોટલ તરફનો ગોઠવાયો હતો, પરંતુ રાહુલ ગાંધીને ગુજરાતી ખાવાની ઇચ્છાને લઈ આખો રોડ બદલવો પડે એમ હતો.અને અંતે રાહુલ ગાંધીને જમવા માટે સાસુજી ડાઇનિંગ હોલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો.
આ પણ વાંચો: રાહુલ ગાંઘીની સજાને લઈ પાટીલે આપ્યું નિવેદન કહ્યું, તેમને બોલવામાં કોઇ કંટ્રોલ નથી
જાણો શું જમ્યા રાહુલ ગાંધી
સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, સુરતલગ સાસુમાં રેસ્ટોરન્ટમાં રાહુલ ગાંધીએ બે પ્રકારની સ્વીટનો સ્વાદ માણ્યો હતો. આ સાથે રબડી, મગની દાળનો હલવો, પંજાબી સમોસાં, પાલકનું શાક, રોટલી, લસણિયા બટાટા અને છાશ પીધી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT