સંજયસિંહ રાઠોડ. સુરતઃ રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં પહોંચ્યા છે અને તેમના સમર્થકો દૂર-દૂરથી તેમને સમર્થન આપવા આવ્યા હતા. સુરતની સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના સજાના આદેશને પડકારવાની અરજી રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા ફાઈલ કરાઈ હોવાની પણ વિગતો સામે આવી છે ત્યારે, સુરત પોલીસે બળજબરીથી કસ્ટડીમાં લીધા છે. સુરત પોલીસની આ કાર્યવાહીથી ચોંકી ઉઠેલા કોંગ્રેસ સમર્થકોમાં પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જુઓ આ વીડિયો.
ADVERTISEMENT
પોલીસ અને કાર્યકરો વચ્ચે ચકમકના દૃશ્યો
મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થયેલી 2 વર્ષની સજાને ઉપલી કોર્ટમાં પડકારવા માટે પોતાની લીગલ ટીમ અને સમર્થકો સાથે સુરત આવી રહેલા રાહુલ ગાંધીના સમર્થનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ કાર્યકરો સુરત પહોંચી રહ્યા છે. ઘણા તો સુરત પહોંચી પણ ગયા છે. જોકે હાલમાં મળી રહેલી માહિતી પ્રમાણે ભરુચમાં 250 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ સુરત પહોંચેલા ઘણા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. આ મામલે કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ચકમકના દૃશ્યો જોવા મળ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT