અમદાવાદ: મોદી સરનેમ પર આપેલા નિવેદન મામલે રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે માનહાનિ મામલામાં સજા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. સાથે જ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર પુનર્વિચાર અરજીને પણ રદ કરી છે. હાઈકોર્ટે સુરતની નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. હવે રાહુલ ગાંધી પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે.
ADVERTISEMENT
રાહુલની અરજી ફગાવતા હાઈકોર્ટે શું કહ્યું?
- હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત પૃચ્છકની બેન્ચે અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે, અરજદાર સંપૂર્ણપણે અસ્તિત્વમાં નથી તેવા આધાર પર રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- કોર્ટે કહ્યું કે, તેનો એક સુસ્થાપિત સિદ્ધાંત છે કે નીચલી કોર્ટના દોષ સિદ્ધ ઠેરવવાના આદેશ પર સ્ટેનો કોઈ નિયમ નથી, પરંતુ એક અપવાદ છે, જેનો દુર્લભ કેસોમાં આશરો લેવો જોઈએ.
- કોર્ટે કહ્યું કે, યોગ્યતા માત્ર સાંસદો, ધારાસભ્યો સુધી મર્યાદિત નથી. અરજદાર સામે 10 જેટલા ફોજદારી કેસ પેન્ડિંગ છે.
સુરત કોર્ટે 23 માર્ચે સજા સંભળાવી હતી
રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે, પરંતુ તેઓ ડરતા નથી.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધીના 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર ભાષણને લઈને સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે?” તેને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ આવું કહીને મોદી અટકના લોકોને બદનામ કર્યા છે. તેમની વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી વિરુદ્ધ કલમ 499, 500 અંતર્ગત માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. પોતાની ફરિયાદમાં પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતા સમગ્ર મોદી સમુદાયને કથિત રૂપે એમ કહીને બદલામ કર્યા કે બધા ચોરોની અટક મોદી કેમ છે?
ADVERTISEMENT