રાહુલ ગાંધી આજે આવશે સુરતઃ સજાને પડકારશે સેશન્સ કોર્ટમાં

સુરતઃ સુરતમાં માનહાનિનો કેસ, 2 વર્ષની સજા અને સંસદ પદ ગયું, બધું જ એટલું ઝડપી થયું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે આ આઘાત સમાન…

gujarattak
follow google news

સુરતઃ સુરતમાં માનહાનિનો કેસ, 2 વર્ષની સજા અને સંસદ પદ ગયું, બધું જ એટલું ઝડપી થયું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે આ આઘાત સમાન ઘટના હતી. જોકે આ દરમિયાનમાં હવે દિલ્હીની રાહુલ ગાંધીની લીગલ ટીમ સુરત ખાતે આજે આવનાર છે અને અહીં પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ રાહુલ ગાંધીને કરવામાં આવેલી સજાને સેશન્સ કોર્ટમાં પડકારવા અપીલ કરવાના છે. જેના કારણે આજે સુરતમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જ નહીં પરંતુ દિલ્હીના નેતાઓ પણ ધામા નાખશે તે નક્કી છે.

રાહુલ ગાંધી મોદી સરનેમ માનહાનિ કેસ માટે આવતીકાલે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સોમવારે સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. ઉલ્લેખનીય છે કે આ તરફ, ચૂંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરી નથી. કારણ કે, કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવેલો છે.

સુરત કોંગ્રેસના કાર્યકર્તા રહેશે કોર્ટમાં હાજર 
રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના તમામ સમર્થકોને આજે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. રાહુલ ગાંધી સવારે 10:30 વાગ્યે કોર્ટ પહોંચશે. સુરત કોંગ્રેસના ગ્રુપમાં આ પ્રકારનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોને કોર્ટમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.

    follow whatsapp