રાહુલ ગાંધીની તુલના દિવ્યાંગ કલાકાર કમા સાથે કરતાં કોંગ્રેસ ભડકીઃ કહ્યું- ‘ભારત જોડો યાત્રાથી BJP બોખલાઈ’

ગોપી ઘાંઘર.અમદાવાદઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તુલના ગુજરાતના દિવ્યાંગ કલાકાર કમા (કમો) સાથે કરતા ગુજરાતની રાજનીતિ ગરમ થઈ ગઈ છે. મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગ શુક્રવારે…

gujarattak
follow google news

ગોપી ઘાંઘર.અમદાવાદઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તુલના ગુજરાતના દિવ્યાંગ કલાકાર કમા (કમો) સાથે કરતા ગુજરાતની રાજનીતિ ગરમ થઈ ગઈ છે. મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગ શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીની તુલના કમા સાથે કરી હતી. ગુજરાતમાં કમો એક દિવ્યાંગ આર્ટિસ્ટ છે, જે ડાઉન સિંડ્રોમથી પીડિત છે.

ભાજપે દરેક વર્ગની મજાક ઉડાવી છેઃ કોંગ્રેસ
ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીની તુલના દિવ્યાંગ સાથે કરવા પર કોંગ્રેસ ભડકી ગઈ છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કહ્યું- રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી રોજ લાખો લોકો જોડાઈ રહ્યા છે, જેને જોઈને ભાપના નેતા બોખલાઈ ગયા છે. તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે. ભાજપે દેશના દરેક વર્ગની મજાક ઉડાવી છે. હવે તે દિવ્યાંગોની પણ મજાક ઉડાવી રહી છે.

ગરીબી હટાઓની વાત કરતા 40 હજારનું ટી-શર્ટ પહેરે છેઃ વિશ્વાસ સારંગ
પીટીઆઈના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે વિશ્વાસ સારંગ રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે – કોણ હતા? હા, કામો… તમે જોઈ શકો છો કે જ્યાંથી કામોએ તેની યાત્રા શરૂ કરી હતી, તે ‘જોડો ઈન્ડિયા’ કહી રહી છે. તે ગરીબી હટાઓ વિશે વાત કરે છે, પરંતુ 40,000 રૂપિયાની કિંમતનું ટી-શર્ટ પહેરે છે.

કમાની ‘મમ્મી’ મૌનમોહન સિંહને રિમોટથી કંટ્રોલ કરતીઃ મંત્રી
પીટીઆઈ અનુસાર, એમપીના મંત્રીએ સેનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું. તેણે કહ્યું કે કામોની ‘મમ્મી’ મૌનમોહન સિંહને રિમોટથી કંટ્રોલ કરતી હતી. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા રાજ્યમાંથી પસાર થઈ રહી નથી કારણ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના હૃદયમાં ગુજરાત માટે કોઈ સ્થાન નથી.

રાહુલના દિલમાં ગુજરાત માટે કોઈ સ્થાન નથી: પાટીલ
ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીના દિલમાં ગુજરાત માટે કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું હતું કે રાહુલ ભારત જોડો યાત્રા માટે રવાના થયા છે પરંતુ તેમણે ગુજરાતની અવગણના કરી છે. તેમના હૃદયમાં ગુજરાત માટે કોઈ સ્થાન નથી, તેથી તેઓ અહીં આવવા માંગતા નથી.

    follow whatsapp