મોરબીઃ રોજકોટમાં અત્યારે IT દ્વારા ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ દરમિયાન મોરબી જિલ્લાનાં બે અલગ અલગ કારખાનામાં IT વિભાગે દરોડા પાડતા સિરામિક ઉદ્યોગના વેપારીઓમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. ઉલ્લેખનીય છે કે અહીં વહેલી સવારથી જ આયકર વિભાગે અમદાવાદ, મોરબી તથા રાજકોટમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ક્યુટોન સિરામિક્સના વિવિધ કારખાનાઓમાં દરોડા પાડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મોરબીમાં આયકર વિભાગ એક્ટિવ
ક્યૂટોન સિરામિક ગ્રુપ પર મોરબીમાં ITની ટીમ દ્વારા દરોડા પાડવામા આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અહીં કુલ 25થી વધુ જગ્યાએ ITની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. નાણાકીય વ્યવહારની તપાસ કરવા માટે અત્યારે ટીમો કાર્યરત છે. આ દરોડા દરમિયાન કરચોરીને લગતા વિવિધ ઘટસ્ફોટો થઈ શકે છે.
ADVERTISEMENT