માનહાનિ કેસ મામલે પૂર્ણેશ મોદીના વકીલે સ્ટે અપીલ પર રજૂ કર્યો જવાબ, 13 એપ્રિલે સુનાવણી

સુરત: માનહાનિના કેસ મામલે રાહુલ ગાંધીણે 2 વર્ષની સજા થઈ અને ત્યાર બાદ તેમનું સંસદ પદ ગયું. સાંસદ સભ્ય તરીકે મળેલું ઘર પણ છીનવાયું હતું.…

gujarattak
follow google news

સુરત: માનહાનિના કેસ મામલે રાહુલ ગાંધીણે 2 વર્ષની સજા થઈ અને ત્યાર બાદ તેમનું સંસદ પદ ગયું. સાંસદ સભ્ય તરીકે મળેલું ઘર પણ છીનવાયું હતું. ત્યારે રાહુલ ગાંધીને કરવામાં આવેલી સજાને સેશન્સ કોર્ટમાં પડકારવા આવી છે. ત્યારે માનહાનિ કેસમાં ફરિયાદ પક્ષ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી વતી તેમના વકીલે સુરત કોર્ટમાં દોષિત ઠેરવવાના સ્ટે પર પોતાનો જવાબ રજૂ કર્યો છે.

સાંસદ રાહુલ ગાંધીને સંસદમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી પર એક બાદ એક મુશ્કેલીઓ આવી રહી છે. ત્યારે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ સજાને સેશન કોર્ટમાં ફટકારી છે. ત્યારે આજે ત્યારે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી વતી તેમના વકીલે સુરત કોર્ટમાં દોષિત ઠેરવવાના સ્ટે પર પોતાનો જવાબ રજૂ કર્યો છે. આ મામલે હવે આ કેસમાં અંતિમ સુનાવણી 13 એપ્રિલના રોજ સવારે 11 કલાકે થશે

જાણો શું હતો મામલો
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરની અટક મોદી જ કેમ હોય છે? રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘ચોકીદાર જ ચોર છે’નો નારો આપ્યો હતો.જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ માનહાનિ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ફટકારી 2 વર્ષની સજા
માનહાનિ કેસને લઈ 23 માર્ચ, ગુરુવારે સુરતની કોર્ટે 2019માં રાહુલ ગાંધીએ મોદી અટક અંગે કરેલી ટિપ્પણીના મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે નિર્ણયનો અમલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા.

MLA પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
કેરલના વાયનાડથી લોકસભાના સભ્ય રાહુલ ગાંધીના આ નિવેદન પર BJP ના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચો: કર્ણાટકમાં ચાલી રહેલા અમૂલ નંદિની વિવાદ પર અમૂલના એમડીનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

24 માર્ચે ગુમાવી લોકસભાની સદસ્યતા
આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા 24 માર્ચે રદ કરવામાં આવી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેના જવાબમાં તેણે ટ્વિટર પર લખ્યું, ‘હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp