વિરોધનો રેલો હવે ગુજરાતની બહાર પહોંચ્યો, રાજસ્થાનના રાજપૂતોએ આપ્યું 72 કલાકનું અલ્ટિમેટમ

Parshottam Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી શરૂ થયેલા વિવાદને આજે 19 જેટલા દિવસ થયા છતાં વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો.

Parshottam Rupala Controversy

રુપાલાના વિરોધનો વંટોળ રાજસ્થાન પહોંચ્યો

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે વિવાદ યથાવત્

point

હવે વિરોધનો રેલો ગુજરાતની બહાર નીકળી ગયો

point

રાજસ્થાનમાં રાજપૂત સમાજનું યોજાયું સંમેલન

Parshottam Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી શરૂ થયેલા વિવાદને આજે 19 જેટલા દિવસ થયા છતાં વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ ટસનો મસ નથી થતો. ક્ષત્રિયોની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તો બીજી બાજુ ભાજપના સિનિયર નેતાઓ કે હાઈકમાન્ડે પણ આ વિશે કંઈ ન બોલાવાની રણનીતિ અપનાવી છે અને પરસોત્તમ રૂપાલા પણ જાણે કંઈ થયું જ ન હોય તેવી રીતે રંગે ચંગે પ્રચારમાં લાગી ગયા છે. 

રૂપાલા સામે હવે રાજસ્થાનમાં વિરોધ

જેમ જેમ પરસોત્તમ રૂપાલાના ફોર્મ ભરવાનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ ક્ષત્રિયોનો વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે અનેક સભાઓ કરી, આવેદનો આપ્યા, વિરોધ પ્રદર્શનો કર્યા, બેનરો લગાવ્યા...અત્યાર સુધી આ બધુ માત્ર ગુજરાત પૂરતું સીમિત હતું. પરંતુ હવે આ વિરોધનો રેલો હવે ગુજરાતની બહાર પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ 'નારીશક્તિના અપમાન બદલ ક્ષમાને અવકાશ જ નથી', ઝાલાવાડના 7 રાજવીઓનું ક્ષત્રિયોને ખુલ્લુ સમર્થન

 

રાજસ્થાનના ક્ષત્રિયો ઉતર્યા મેદાનમાં

આ મામલે હવે રાજસ્થાનના ક્ષત્રિયોએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. એટલું જ નહીં આ વિરોધ હવે રૂપાલા સામે નહીં, પણ ભાજપ સામેના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે. રાજસ્થાનમાં રાજપૂત સમાજે ભાજપને મત નહીં આપવાનું નક્કી કર્યું છે. 

આ પણ વાંચો: Lok Sabha Election: વિવાદ વચ્ચે રૂપાલા ચૂંટણી લડવા મક્કમ, આ તારીખે ભરશે ઉમેદવારી ફોર્મ

 

'કમલ કા ફૂલ હમારી ભૂલ' 

આ મામલે કરણીસેનાના જિલ્લા પ્રભારી સૂરજભાનસિંહ ચૈનપુરાના નેતૃત્વમાં સીકરની રાજપૂતોની હોસ્ટેલમાં બેઠક યોજાઈ હતી. જેમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન સૂરજભાનસિંહ ચૈનપુરાએ કહ્યું હતું કે, ભાજપ ક્ષત્રિયો સાથે અન્યાય કરી રહ્યો, અગાઉ પણ અમે 'કમલ કા ફૂલ હમારી ભૂલ' એવું સૂત્ર આપ્યું હતું અને આજે અમે ફરીથી એ જ સૂત્ર આપી રહ્યા છીએ 'કમલ કા ફૂલ હમારી ભૂલ છે'.

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજનું 'અસ્મિતા મહાસંમેલન', રાજપૂત-ક્ષત્રિયોના તમામ આગેવાનો પહોંચ્યા ધંધુકા

...તો રાજપૂત સમાજ ગામડે-ગામડે જઈને કરશે વિરોધઃ ચૈનપુરા

તેઓએ 72 કલાકનું અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે, જો ભાજપ સરકાર 72 કલાકમાં રુપાલાની ટિકિટ મામલે  કોઈ નિર્ણય નહીં લે અને ભાજપ હાઈકમાન્ડ રાજપૂતોની માફી નહીં માગે તો રાજપૂત સમાજ ગામડે ગામડે જઈને વિરોધ કરશે અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટે પ્રચાર કરશે. રાજપૂત સમાજ કોઈપણ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીને મત આપશે નહીં. .
 
 

    follow whatsapp