Protest at Gadhda Gopinath Temple: પહેલા વડોદરા અને હવે ઉપલેટામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની લંપટલીલા ઉઘાડી પડતા ચારેકોર આક્રોશ વ્યાપી ગયો છે. ખાસ કરીને આ મામલે હરિભક્તો લાલઘુમ થઈ ગયા છે. હરિભક્તો દ્વારા પાખંડી સ્વામીઓને હાંકી કાઢવાની અને જેલભેગા કરવામાં માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગઢડા ગોપીનાથ મંદિરમાં વિરોધ
ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે IPC 376 (2)(N), 313, 114 અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આજે ગઢડા ગોપીનાથજી મંદિરના પરિસરમાં મોટી સંખ્યમાં હરિભક્તો એકઠા થયા હતા. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના આગેવાનો પણ મંદિર ખાતે પહોંચ્યા હતા અને લંપટ સ્વામીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
...તો અમે ઉગ્ર આંદોલન કરીશુંઃ હરિભક્ત
આ દરમિયાન સુરતથી આવેલા હરિભક્ત ધર્મેશભાઈએ જણાવ્યું કે, આજે ગઢડા મંદિર ખાતે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા છે. દુષ્કૃત્ય કરનાર સ્વામી તાત્કાલિક ઘોરણે હટાવવામાં આવે. જો 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
'વંઠેલ સ્વામીને હાંકી કાઢવામાં આવે'
સુરતથી આવેલા હસુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, કેટલાક સ્વામીઓ હલકા ધંધા કરવા લાગ્યા છે, વંઠેલ થઈ ગયા છે. હરજીવન સ્વામીની એક ખરાબ ક્લીપ સોશિયલ મીડિયા પર ફરી રહી છે. આવા સ્વામીઓને હાંકી કાઢવા માટે આવ્યા છીએ. અમારી એક જ માંગ છે કે ખોટા સ્વામી અને વંઠેલ સ્વામીને હાંકી કાઢવામાં આવે. ભગવાનના સિદ્ધાંત પર ચાલનારા સંતોને અમે વંદન કરીશું. જ્યાં સુધી આવા સ્વામીને હાંકી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલું રહેશે.
ઈનપુટઃ રઘુવીર મકવાણા, બોટાદ
ADVERTISEMENT