અમરેલી: સિંહોને ગીરનું ઘરેણું ગણવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં જંગલ ખાતા તરફ અનેક સવાલો પણ ઉઠયા છે. ક્યારેક લાયન શો, તો ક્યારેક સિંહોની પજવણીના વિડીયો અનેક વખત વાયરલ થઈ ચૂક્યા છે. આ દરમિયાન હવે વધુ એક વિડીયોએ સિંહોની સુરક્ષા પર સવાલ ઊભા કર્યા છે. એક સાથે ચાર સિંહબાળ નેશનલ હાઇવે 8 પર જોવા મળ્યા અને વાહન વ્યવહાર થંભી ગયો હતો.
ADVERTISEMENT
અમરેલી જિલ્લાને સિંહોનો રહેણાંક વિસ્તાર ગણવામાં આવે છે. પરંતુ અમરેલી જિલ્લામાં સિંહોની જાણે માઠી દશા બેથી હોય તેવી સ્થતિનું નિર્માણ થયું છે. અનેક વખત સિંહોની સુરક્ષાને લઈ સવાલો ઉઠયા છે. ત્યારે વધુ એક વિડીયોએ વનવિભાગની પોલ ખોલી છે. ચાર સિંહ બાળ નેશનલ હાઇવે 8 ઇ પર વહેલી સવારે અચાનક આવી ચડ્યા.સિંહ બાળ નેશનલ હાઇવે 8 ઈ પર આવી ચડતા વાહન વ્યવહાર થોડીવાર માટે થંભી ગયો હતો. આ પ્રકારની ઘટના અનેક વખત સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટનાથી વનવિભાગ પર સવાલો ઉઠયા છે.
જુઓ વિડીયો:
અમરેલી જિલ્લામાં અનેક વખત સિંહોના મોત ટ્રેન કે વાહન નિચે કચડાઈને થઈ ચૂક્યા છે. ત્યારે રાજુલાના ટિંબી નજીક નાથેજ ગામ પાસે સિંહ બાળ તેની માતા સાથે નેશનલ હાઇવે પર આવી ચડ્યા હતા. વધુ ચાર સિંહ સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે 8 ઇ પર આવી ચડતા સિંહોની સુરક્ષાને લઈ સવાલો ઉઠયા છે. ત્યારે વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT