શરમજનક! ભરુચમાં લંપટ આચાર્યએ ધો.9ની વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી સ્કૂલમાં જ દુષ્કર્મ આચર્યું

ભરુચ: શહેરમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જેમાં નરાધમ પ્રિન્સિપાલે ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.…

gujarattak
follow google news

ભરુચ: શહેરમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જેમાં નરાધમ પ્રિન્સિપાલે ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર ઘટના વિશે પીડિતાની બહેનને જાણ થતા જ તેણે પોલીસમાં આ મામલે ફરિયાદો નોંધાવી હતી.

નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
ભરૂચમાં સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં રણજિત ઉર્ફે રાકેશ પરમાર નામના પ્રિન્સિપાલે ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપીને હવસનો શિકાર બનાવી હતી. આરોપી પ્રિન્સિપાલે પોતાની જ ઓફિસમાં પીડિતા સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેની હાજરી ભરી આપવાની લાલચે ખાલી ક્લાસરૂમમાં પણ તેની સાથે ત્રીજી વખત દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી પ્રિન્સિપાલની ધરપકડ
સમગ્ર ઘટનાની જાણ પીડિતાને બહેનના થઈ જતા તેણે ભરૂચ શહેરમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ આરોપી પ્રિન્સિપાલ સામે POCSO એક્ટ હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભરુચના ASI વિકાસ સુંદાએ જણાવ્યું હતું કે, આરોપી પ્રિન્સિપાલ રાકેશ પરમારની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

    follow whatsapp