Rajkot Crime News: સરસ્વતીના મંદિરની આસ્થાને અભડાવતો વધુ એક બનાવ બન્યો છે. રાજકોટના કોઠારિયા રોડ પરના હરિ ધવા રોડ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલ નામની સ્કુલના વિકૃત પ્રિન્સિપાલ રાકેશ વશરામ સોરઠિયાએ અત્યાર સુધીમાં 11થી 14 વર્ષની ચાર વિદ્યાર્થિનીઓને તેમની ઓફિસમાં બોલાવીને અશ્લિલ હરકતો કરી હોવાની ઘટના બહાર આવતા શૈક્ષણિક જગત અને વાલી સમાજમાં ઉહાપોહ મચી ગયો છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે લંપટ પ્રિન્સિપાલની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ '45 કરોડ હવાલાથી ગોવા ટ્રાન્સફર થયા, કેજરીવાલ દારૂ કૌભાંડના કિંગપિન...', EDનો કોર્ટમાં દાવો
પ્રિન્સિપાલે કરી વિદ્યાર્થિનીઓ સાથે ખરાબ હરકત
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, હરિ ધવા માર્ગ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલ નામની શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષની છાત્રાએ પોતાના માતાને પોતાની સાથે શાળાના પ્રિન્સિપાલ ખરાબ હરકતો કરતાં હોવાનું કહેતાં માતા સહિતના પરિવારજનો ચોંકી ગયા હતા. પોતાની રીતે તપાસ કરતાં પોતાની દિકરી સિવાયની અન્ય ત્રણ બાળાઓ સાથે પણ આવુ બન્યું હોવાની વિગતો જાણવા મળતા ચારેય બાળાના વાલીઓ અને બીજા વાલીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
પોલીસે ગુનો નોંધી પ્રિન્સિપાલને ઝડપી પાડ્યો
અહીં પોલીસ ઈન્સપેક્ટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયા સમક્ષ બાળાઓ અને તેમના વાલીઓએ પ્રિન્સિપાલની હલકી હરકતોની રાવ કરતાં અધિકારી પણ ચોંકી ગયા હતાં અને તુરંત કાર્યવાહી કરી હતી. પોલીસે ભોગ બનેલી ચાર પૈકીની 14 વર્ષની એક બાળાના માતાની ફરિયાદને આધારે સરસ્વતી શૈક્ષણિક સંકુલ નામની શાળાના પ્રિન્સિપાલ રાકેશ વશરામભાઇ સોરઠીયા (ઉ.વ 35) વિરૂદ્ધ ગુનો નોંધી રાતો રાત તેને સકંજામાં લઈ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃ IPL 2024: ક્રિકેટરસિકોને પડી જશે મોજ, અમદાવાદમાં હવે આટલા વાગ્યા સુધી દોડશે મેટ્ર્રો
'છેલ્લા ઘણા દિવસથી પ્રિન્સિપાલ કરતો શારીરિક અડપલા'
ફરિયાદી મહિલાએ જણાવ્યું છે કે, પોતાની 14 વર્ષની દિકરી તથા અન્ય ત્રણ દિકરીઓ કે જેની ઉંમર 14, 11 અને 11 વર્ષ છે તે ચારેય શ્રી સરસ્વતિ શૈક્ષણિક સંકુલમાં અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાક સમયથી આ ચારેય બાળાઓને પ્રિન્સીપાલ રાકેશ સોરઠીયા તેની ઓફિસમાં કોઈને કોઈ બહાને બોલાવતો હતો, જે બાદ તે ઓફિસનો દરવાજો બંધ કરીને હાથ પકડી, શારીરિક અડપલા કરતો હતો. ચારેય છાત્રા સાથે અલગ અલગ દિવસે અને સમયે ઓફિસમાં એકલી બોલાવવામાં આવતી અને આ રીતે વિકૃતી સંતોષી લેતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. બાળાઓએ ઘણા સમય સુધી આવી હરકતો સહન કરી હતી. પણ છેલ્લે એક બાળાએ હિંમત કરીને પોતાના માતા-પિતાને ઘરે વાત કરતાં ગઇકાલે સમગ્ર ઘટના ખુલ્લી પડી હતી અને વાલીઓ પોલીસ સ્ટેશને પહોંચતા ગુનો નોંધાયો હતો અને ભક્તિનગર પોલીસની ટીમે ભોગ બનનાર એક બાળાના માતાની ફરિયાદ પરથી તત્કાલ ગુનો નોંધી રાતે જ આરોપી પ્રિન્સીપાલ રાકેશ વશરામ સોરઠિયાને પકડી લીધો હતો.
સ્થાનિક લોકોમાં પણ આક્રોશ
રાજકોટ શહેરના હરિધવા રોડ ઉપર આવેલી આ ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલ સામે આક્ષેપો થતા સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો, આ વિસ્તારના કોર્પોરેટર પણ સ્કૂલ બહાર પહોંચ્યા હતા અને તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જો તે જેલમાંથી છૂટીને આવશે તો પણ ભવિષ્યમાં તેમનું આ વિસ્તારમાં નહીં આવવા દેવામાં આવે. અગાઉ પણ અનેક વિદ્યાર્થીનીઓ સાથે આ લંપટ શારીરિક અડપલા કરી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં રજાના દિવસે ખુલ્લી રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ, દસ્તાવેજ નોંધણી રાબેતા મુજબ શરૂ
AAP નેતા છે પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયા
પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયા આમ આદમી પાર્ટીનો રાજકોટ શહેરનો પ્રભારી છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચુકેલા શિવલાલ બારસિયાના ડમી ઉમેદવાર તરીકે પણ વિકૃત ઢગા રાકેશ સોરઠિયાએ ફોર્મ ભર્યુ હતું.
રિપોર્ટઃ રોનક મજીઠીયા, રાજકોટ
ADVERTISEMENT