અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજવા જઈ રહી છે ત્યારે રાજ્યમાં દિગજ્જ નેતાઓના ગુજરાતમાં પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. આ સાથે જ હવે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી માસમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમી 11 સપ્ટેમ્બરના ગુજરાતના પ્રવાસે આવી શકે છે.
ADVERTISEMENT
યુવા ભાજપના સંમેલનમાં આપી શકે છે હાજરી
આમ રાજ્યમાં એકતરફ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસ પણ વધી રહ્યા છે. 27-28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વતનની મુલાકાતે હતા ત્યારે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે. આગામી 11 સપ્ટેમ્બરના રોજ યુવા ભાજપનું એક વિશાળ સંમેલન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાય તેવી ધારણા છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
યુવા ભાજપના કાર્યકર્તાને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે જો આવનાર પ્રવાસ જો 11 સપ્ટેમ્બરના રોજ હશે તો ચોક્કસ પણે તે યુવા ભાજપના સંમેલનમાં હાજરી આપશે અને યુવાઓને સંબોધન કરશે. છેલ્લા થોડા પ્રવાસ પર નજર કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી બંનેના પ્રવાસો સાથે હોય છે પરંતુ કાર્યક્રમો અલગ અલગ હોય છે. ચૂંટણી નજીક આવી રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટ પર કોઈ કચાસ નહીં છોડે તે નક્કી છે. આ સાથે ગુજરાત પર 27 વર્ષની સત્તા ટકાવી રાખવા ભાજપ પણ એડી ચોંટીનું જોર લગાવશે.
ADVERTISEMENT