Suratમાં પીએમ મોદીએ આપી વિકાસની ભેટ, કહ્યું- ‘સુરત કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં’

PM Modi in Surat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.…

gujarattak
follow google news

PM Modi in Surat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ પીએમ મોદીએ સુરતના નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીનો સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી રોડ શૉ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શૉમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ દરમિયાન રસ્તાઓ મોદી-મોદીના નારાથી ગૂંજી ઉઠ્યા હતા. ત્યારબાદ મોદીનો કોન-વે ડાયમંડ બુર્સ પહોંચ્યો હતો અને અહીં મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ડાયમંડ બુર્સને નિહાળ્યું હતું.

PM  મોદીની સુરતની મુલાકાતનું લાઈવ અપડેટ….

‘ભારત વિશ્વની ટોપ ત્રણ ઈકોનોમીમાં સામેલ થશે’

પીએમ મોદીએ કહ્યું કે, તમે બધા જાણો છો કે ગત 10 વર્ષમાં ભારત 10માં નંબરની આર્થિક શક્તિથી આગળ વધીને પાંચમા નંબરે પહોંચી છે અને હવે ભારત વિશ્વની ટોપ ત્રણ ઈકોનોમીમાં સામેલ થશે. સરકારે આવનારા 25 વર્ષનો ટાર્ગેટ પણ લક્ષ્ય સેટ કર્યો છે. જેના પણ સરકાર કામ કરી રહી છે.

સુરત બુર્સ સિટી તરીકે ઓળખાશેઃ PM

પીએમ મોદીએ જણાવ્યુ કે પહેલા સુરતને સનસિટી તરીકે ઓળખવામાં આવતી હતી. તેને હવે બુર્સ સિટી તરીકે ઓળખવામાં આવશે. તો સુરતીઓ મોદીની ગેરંટીની જાણ ઘણા વર્ષોથી જાણે છે. આ ગેરંટીનું સૌથી મોટું ઉદાહરણ સુરતનું ડાયમંડ બુર્સ છે.

આજે સુરત મિની ભારત બની ગયું છે

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું કે, પહેલા હું અહીં એરપોર્ટ પર આવતો ત્યારે લાગતું કે, એરપોર્ટ છે કે બસપોર્ટ, પણ આજે સુરત મિની ભારત બની ગયું છે. આજે 184 દેશના ધ્વજ સુરતમાં ફરકી રહ્યા છે.

સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીંઃ PM મોદી

ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સુરત એટલે હુરત. સુરત પાસે ઈતિહાસનો અનુભવ છે. અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણી પીણીની દુકાનમાં લાઇનમાં ઉભા રહેવાની ધીરજ હોય.

ડાયમંડ બુર્સમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

PM મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું

એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો. જેમાં તેમણે ઉપસ્થિત જન મેદનનીનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો બાદ પીએમ મોદી ડાયમંડ બુર્સ પહોંચ્યા છે અને તેનું લોકાર્પણ કર્યું છે.

એરપોર્ટથી  ડાયમંડ બુર્સ સુધી PM મોદીનો રોડ શૉ

નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યા બાદ સુરતમાં પીએમ મોદીનો રોડ શો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી છે.

 

નવા એરપોર્ટ ટર્મિનલનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

સુરત એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીએ સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે. આપને જણાવી દઈએ કે આજે સુરતવાસીઓ માટે મહત્વનો દિવસ છે.આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડીંગ એટલે કે સુરતની ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થવાનું છે.

પીએમનું સુરત એરપોર્ટ પર આગમન

પીએમનું સુરત એરપોર્ટ પર આગમન થયું છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યુ છે.

 

    follow whatsapp