ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તે ગાંધીનગરમાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. PM મોદી આજે ગુજરાતમાં 4400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 19,000 લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે. તે પછી તેઓ 4,400 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારે આજે સંમેલન પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે શિક્ષકોની ભૂમિકા વધુ વધે છે. એક સમયે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ લગભગ 40 ટકા હતો પરંતુ આજે તે ઘટીને માત્ર 3 ટકા થયો છે. ગુજરાતના શિક્ષકોના સહકારથી જ આ શક્ય બન્યું છે.સાચો દ્રષ્ટિકોણ શિક્ષણ આપી શકે છે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે શિક્ષકો સામે સંસાધનોનો પડકાર દૂર થઈ રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓની આજની પેઢીની જિજ્ઞાસા શિક્ષકો માટે પડકાર બની ગઈ છે. આ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે, તેઓ નિર્ભય છે. તેની જિજ્ઞાસા શિક્ષકોને પડકારે છે. વિદ્યાર્થીઓ Google થી ડેટા મેળવી શકે છે પરંતુ નિર્ણય પોતે જ લેવો પડશે. ફક્ત ગુરુ જ વિદ્યાર્થીને શીખવી શકે છે કે કેવી રીતે તેમના જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવો. ટેક્નોલોજીમાંથી માહિતી મેળવી શકાય છે પણ યોગ્ય અભિગમ શિક્ષક જ આપી શકે છે.
ભૂતાનનો પહેલો વિદેશ પ્રવાસ હતો
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન બન્યા બાદ મારી પ્રથમ વિદેશ યાત્રા ભૂટાનની હતી અને ભૂટાનના રાજવી પરિવારના વરિષ્ઠે મને ગર્વથી કહ્યું હતું કે મારી પેઢીના જે લોકો ભુતાનમાં છે તેમને ભારતના શિક્ષકોએ શીખવ્યું હતું. એ જ રીતે જ્યારે હું સાઉદી અરેબિયા ગયો હતો ત્યારે ત્યાંના રાજાએ મને કહ્યું હતું કે બાળપણમાં મારા શિક્ષક તમારા દેશના… તમારા ગુજરાતના હતા.
શિક્ષકો સામે આજે અનેક પડકાર
આજની પેઢીના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા એક નવો પડકાર લઈને આવી છે. આ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. તેઓ નિર્ભય છે. તેમનો સ્વભાવ શિક્ષકને શિક્ષણની પરંપરાગત પદ્ધતિઓમાંથી બહાર આવવા પડકાર ફેંકે છે. વિદ્યાર્થીઓ પાસે માહિતીના વિવિધ સ્ત્રોત હોય છે. આનાથી શિક્ષકોને પોતાને અપડેટ રાખવાનો પડકાર પણ છે. શિક્ષક આ પડકારોને કેવી રીતે હલ કરે છે તેના પર આપણી શિક્ષણ પ્રણાલીનું ભવિષ્ય નિર્ભર છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર જાણો શું કહ્યું
આજે ભારત 21મી સદીની આધુનિક જરૂરિયાતો અનુસાર નવી પ્રણાલીઓનું નિર્માણ કરી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ બનાવવામાં આવી છે. આટલા વર્ષો સુધી આપણે શાળાઓમાં શિક્ષણના નામે બાળકોને માત્ર પુસ્તકી જ્ઞાન આપતા હતા. ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ એ જૂની અપ્રસ્તુત વ્યવસ્થાને બદલી રહી છે. તેમણે કહ્યું કે તમે વિચારી શકો છો કે તમે ગણિત, વિજ્ઞાન કે અન્ય કોઈ વિષય ભણાવી રહ્યા છો, પરંતુ વિદ્યાર્થી તમારી પાસેથી માત્ર તે જ વિષય શીખતો નથી. તે પોતાની વાત કેવી રીતે પાળવી તે પણ શીખી રહ્યો છે. તે તમારી પાસેથી ધીરજ રાખવા, બીજાને મદદ કરવા જેવા ગુણો પણ શીખી રહ્યો છે.
ADVERTISEMENT