વડાપ્રધાન નવરાત્રીમાં આવ્યા છે પણ સુરતમાં દિવાળી જેવો માહોલ: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં સતત દિગ્ગજ નેતાઓના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે…

bhupendra patel

bhupendra patel

follow google news

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં સતત દિગ્ગજ નેતાઓના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરતમાં વડાપ્રધાન મોદીએ વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નવરાત્રીમાં આવ્યા છે પણ સુરતમાં દિવાળી જેવો માહોલ છે

80 કરોડ લોકોને નવરાત્રી અને દિવાળીનો તહેવાર વધુ લંબાવી શકે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ લંબાવી આપવા મહત્વ પૂર્ણ ભેટ આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નવરાત્રીમાં આવ્યા છે પણ સુરતમાં દિવાળી જેવો માહોલ છે તાપીમાં આવેલ પૂર બાદ સુરતે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વિકાસની વાટ પકડી છે અને પાછું જોયું નથી. સુરતની નવી ઓળખ ઊભી થઈ છે.

સુરત મહાનગર સર્વગ્રાહી વિકાસનો પંથ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીવંત નેતૃત્વમાં કંડાર્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં ખાસ ડાઈમંડ સમિટ શરૂ કરી તેનું આયોજન સુરતમાં કર્યું સુરતને નવી ઓળખ આપનાર ડાયમંડ બુસ્ટ અને ડ્રિમ સીટીએ વડાપ્રઘાનનો ડ્રિમ પ્રોજકેટ છે. આજે આ ડ્રીમ સીટીમાં રૂ113 કરોડના કામોનું લોકાર્પણ અને 256 કરોડનું ખાતમુહૂર્ત થયું. વડાપ્રઘાન ના નેતૃત્વમાં ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળ્યો છે. વડાપ્રઘાનના નેતૃત્વમાં ભારત સરકાર પર્યાવરણ યુકત ઇંઘણ અને ઇલેક્ટ્રીક વ્હિકલને પ્રોત્સાહન આપી રહ્યુ છે. સુરતમાં વર્ષ 2023 સુઘીમાં જાહેર પરિવહન સેવામાં 80 ટકા ઇલેકટ્રીક બસોનો ઉપયોગ શરૂ થશે. સુરત શહેર હોલેસ્ટિક ડેવલોપમેન્ટના પરિણામે દેશના અન્ય શહેરો માટે મોડલ સિટી બન્યું છે. “હર ઘર નલ સે જલ” યોજનામાં રાજય સરકારે 98% સિદ્ધી હાસંલ કરી છે.

    follow whatsapp