અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. વિધાનસભામાં ભાજપે 156 બેઠકો મેળવી છે. આ દરમિયાન હવે ગુજરાત માં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજશે. જેને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યોને તૈયારી માટે પત્ર લખ્યો છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
ADVERTISEMENT
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી ભાજપ નો કબજો યથાવત રહેશે.
ભાજપ બદલી શકે છે ચહેરા
ભાજપની રણનીતિ જાણવી ખૂબ જ અઘરી હોય છે. નામ જાહેર ન થાય ત્યાં સુધી ફક્ત લોકો અંદાજો જ લગાવી શકે છે. આ સાથે ગુજરાતને રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે. ત્યારે હવે એવું માનવામાં આવે છે કે ભાજપ રાજ્યસભામાં બી નવા ચહેરા મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપ જુગલજી ઠાકોર, દિનેશ અનાવડીયાના સ્થાને નવા ચહેરાને ભાજપ તક આપી શકે છે. જ્યારે વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરને ભાજપ રિપીટ કરી શકે છે.
(વિથ ઈનપુટ: બ્રિજેશ દોશી, અમદાવાદ )
ADVERTISEMENT