અમદાવાદ: અમદાવાદમાં પોલીસ વિભાગને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થતા તેમની જગ્યાએ પ્રેમવીર સિંહને અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો હવાલો સોંપવામાં આવ્યો છે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પ્રેમવીરસિંહ અમદાવાદના પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળશે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, પ્રેમવીર સિંહ વર્ષ 2005ની બેચના IPS અધિકારી છે. તેમજ તેઓ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ચાર્જ સંભાળી રહ્યા હતા.
ADVERTISEMENT