અમદાવાદના ચાંદખેડામાં પ્રેગ્નેટ મહિલાનું રહસ્યમયી મોત, સાસરીયાએ બારોબાર રાજસ્થાનમાં અંતિમ વિધિ કરી નાખી!

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રેગ્નેટ મહિલાના રહસ્યમયી મોત થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવતીના પરિવારજનો દ્વારા સાસરીયા સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાથે…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રેગ્નેટ મહિલાના રહસ્યમયી મોત થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવતીના પરિવારજનો દ્વારા સાસરીયા સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાથે જ તેમનો આક્ષેપ છે કે મહિલાનું મોત થયા બાદ પતિએ તેમને જાણ કર્યા વિના જ દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં પતિ અન્ય લોકો સાથે મહિલાને ઉચકીને કારમાં ક્યાંક લઈ જતા દેખાય છે.

પતિ સીસીટીવીમાં પત્નીને લઈ જતા દેખાયો
ચાંદખેડા વિસ્તારમાં પ્રેગ્નેટ મહિલાના અચાનક મોત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહિલા મોત બાદ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં મહિલાનો પતિ અન્યની મદદથી પત્નીને ઉચકીને કારમાં લઈ જતા દેખાય છે. મૃતક યુવતીના પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની દીકરીની હત્યા કરાઈ છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
મહિલાના મોત બાદ પિયરના લોકોને જાણ કરવામાં આવી જ ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સાથે જ સાસરીયાએ બારોબર મૃતક યુવતીને રાજસ્થાન લઈ જઈને તેની અંતિમ વિધિ કરી નાખી. ત્યારે સવાલો થઈ રહ્યા છે કે, યુવતીના મોતની જાણ તેના પરિવારજનોને કેમ ન કરવામાં આવી? યુવતીના પરિવારજનોના આક્ષેપો બાદ પોલીસે તેમના નિવેદનો લીધા છે. યુવતીને સાસરીયાની હેરાનગતિ હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. એવામાં હવે પોલીસ પરિવારના સભ્યો તથા મૃતક મહિલાની તપાસ બાદ કેસના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

    follow whatsapp