શક્તિસિંહ રાજપૂત, અંબાજી: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ આગવી ઓળખ છે. ત્યારે ગઈકાલે આ મોહનથાળનો પ્રસાદ મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાતા ભક્તોમાં વિરોધની લાગણી જોવા મળી છે. જે બાદ ભક્તોમાં ભારે રોષ હોવાથી તેઓએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે .મહિલાઓએ ચીકીના પ્રસાદનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યુ હતું કે અમને ચીકી જોઈતી નથી અને મહીલા લાવો ચીકીના પ્રસાદના પેકેટ પરત ભેટ કાઉન્ટર પર આપ્યા અને રૂપિયા પરત લીધા.
ADVERTISEMENT
અંબાજી મંદિર ટ્રસ્ટમાં 3 માર્ચથી મોહન થાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે.અંબાજી મંદિરની ગાદીમાં પણ થોડા કલાકો ચાલે તેટલો જ મોહનથાળનો સ્ટોક છે. મહિલાઓએ ચીકીના પ્રસાદનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યુ હતું કે અમને ચીકી જોઈતી નથી અને મહીલા લાવો ચીકીના પ્રસાદના પેકેટ પરત ભેટ કાઉન્ટર પર આપ્યા અને રૂપિયા પરત લીધા.મહિલાઓએ સુરક્ષા કર્મીઓ અને ટ્રસ્ટ ના કર્મચારીઓ સામે મોહનથાળ પ્રસાદ બંદને લઈને મંદિર પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. હાલ ચીકીના પ્રસાદના પેકેટ ભક્તો ઓછા લઈ રહ્યા છે.
અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલનની ચીમકી
હિન્દુ હિત રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગામ લોકો રાત્રે પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ ચીમકી આપી કે, અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ અમે તમામ પ્રકારે વિરોધ દર્શાવીશું. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ કરવા હિન્દુ હિત રક્ષા સમિતિએ પ્રબળ માંગ કરી છે. પ્રસાદ ફરી ચાલુ નહીં થાય તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. ધારાસભ્યો પણ કહી રહ્યાં છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ મળવો જોઈએ.
જાણો શું છે મામલો
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી મંદિરમાં આવેલા ભેટ કાઉન્ટર ઉપરથી મોહનથાળનો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા હતા અને અંબાજી મંદિર ની ઓળખ મોહનથાળની પ્રસાદ હતી. પરંતુ 3 માર્ચના બપોરે અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ સ્ટોક ખાલી થઈ જતા હવેથી ભક્તોને અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ મળશે નહીં પણ તેની જગ્યાએ ચીકીનો પ્રસાદ ભક્તોને મળશે.3 માર્ચના સાંજે આરતી પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખાતે અમદાવાદ અને વડોદરા થી આવેલા ભક્તોએ ભેટ કાઉન્ટર ઉપરથી પ્રસાદ માટે પાવતી લીધી હતી. અને ત્યારબાદ તેમને ચીકીનો પ્રસાદ મળ્યો હતો. આ માઈ ભક્તો ચીકી લઈને મંદિર પરિસરમાં માતાજીની ગાદી પર ગયા ત્યારે ત્યાં અહી આગળ મોહનથાળ નો પ્રસાદ મળતો હતો આ જોઈને માઈ ભક્તો પરત અંબાજી મંદિર ભેટ કાઉન્ટર પર આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
પ્રસાદના પૈસા પણ પરત લીધા
મોહન થાળનો પ્રસાદ 3 માર્ચે બંદ થયો અને સાંજે જ હોબાળો થતા તંત્ર પણ ચોંકી ગયુ હતું. બહારગામ થી દર્શન કરવા આવેલા ભક્તોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં મહિલા ભક્તો પણ સામેલ હતી. મહિલાઓએ પ્રસાદ કાઉન્ટર ઉપર કુપન ફડાવી પ્રસાદ ચીકીનો આપવામાં આવ્યો હતો, ત્યારબાદ આ ભક્તો મંદિર પરિસરમાં આવેલી માતાજીની ગાદી પર જઈને જોતા અહી મોહનથાળનો પ્રસાદ મળતો હતો,તે જોઈને મહિલાઓ પરત મંદિર ટ્રસ્ટ ભેટ કાઉન્ટર પર આવીને હોબાળો મચાવ્યો હતો. ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી.અંબાજી મંદિર ટ્રસ્ટમાં 3 માર્ચથી મોહન થાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે.અંબાજી મંદિરની ગાદીમાં પણ થોડા કલાકો ચાલે તેટલો જ મોહનથાળનો સ્ટોક છે. મહિલાઓએ ચીકીના પ્રસાદનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યુ હતું કે અમને ચીકી જોઈતી નથી અને મહીલા લાવો ચીકીના પ્રસાદના પેકેટ પરત ભેટ કાઉન્ટર પર આપ્યા અને રૂપિયા પરત લીધા.મહિલાઓએ સુરક્ષા કર્મીઓ અને ટ્રસ્ટ ના કર્મચારીઓ સામે મોહનથાળ પ્રસાદ બંદને લઈને મંદિર પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
અંબાજી મંદિર ની આગવી ઓળખ મોહન થાળનો પ્રસાદ
અંબાજી મંદિર ખાતે વર્ષોથી પ્રસાદ તરીકે મોહનથાળ નો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદ અંબાજી મંદિરમાં જેવો બને છે તેવો પ્રસાદ કોઈપણ જગ્યાએ બનતો નથી. 3 માર્ચે અંબાજી મંદિર પરિસરમાં આવેલા ભક્તોએ ફરીથી મોહનથાળ નો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરી હતી તો બીજી તરફ સાંજની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ ભેટ કાઉન્ટર પર હોબાળો પણ બચાવ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT