PM મોદીના હસ્તે થશે સ્વામિનારાયણ નગરનું ઉદ્ધાટન, અનેક VIP અને લાખો લોકો હાજર

અમદાવાદ : પ્રમુખ સ્વામીનો જન્મશતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. 14 ડિસેમ્બરથી એટલે કે આજથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ…

gujarattak
follow google news

અમદાવાદ : પ્રમુખ સ્વામીનો જન્મશતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. 14 ડિસેમ્બરથી એટલે કે આજથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સ સિટી -ઓગણજ વચ્ચે SP રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઉભુ કરાયું છે. આજે પીએમ મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખ સ્વામી મહોત્સવનું ઉદ્ધાટન કરવામાં આવશે. મહંત સ્વામીની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પુજાપાઠ અને વિધિ કરીને રિબન કાપીને મહોત્સવનો પ્રારંભ કરાવશે.

શતાબ્દી મહોત્સવમાં 1 લાખથી વધારે લોકો ઘટના સ્થળે હાજર
શતાબ્દી મહોત્સવમાં 1 લાખથી વધારે લોકો ઘટના સ્થળે હાજર છે. સમગ્ર વિશ્વના હરિભક્તો અહીં હાજર છે. આ ઉપરાંત હાલમાં જ નવા ચુંટાયેલા ધારાસભ્યો પૈકીના અનેક ધારાસભ્યો પણ હાજર રહેશે. જેમાં હાર્દિક પટેલ, જીતુ વાઘાણી, અમદાવાદ મેયર કિરીટ પરમાર, અમિત.પી શાહ, કૌશિક જૈન, પંકજ દેસાઇ અને અમિત ઠાકરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી રજની પટેલ પણ હાજર રહેશે.

પીએમ મોદી સમગ્ર નગરની મુલાકાત લેશે
પીએમ આ સમારોહનું ઉદ્ધાટન કર્યા બાદ સમગ્ર નગરની મુલાકાત લેશે. ત્યાર બાદ જંગીસભાને સંબોધિત કરશે. આ પહેલીવાર હશે જ્યારે પીએમ જીત બાદ પ્રથમ વખત ગુજરાતમાં જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારે સર્વ ગુજરાતીઓ આતુરતાથી તેની રાહ જોઇ રહ્યા છે.

    follow whatsapp