અમદાવાદ: શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રજ્ઞેશ પટેલને હજુ જેલમાં જ રહેવું પડશે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જામીન અરજી કરી હતી. જે મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે આગામી સુનાવણી સુધી પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે.
ADVERTISEMENT
તથ્ય પટેલના કેસને લઈ મહત્વની વિગત સામે આવી છે. પ્રજ્ઞેશ પટેલને હજુ જેલમાં જ રહેવું પડશે. કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં જામીન અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે 3 ઓગષ્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થશે. ગ્રામ્ય કોર્ટમાં તથ્યના પિતાએ કરી જામીન અરજી હતી. જોકે હવે આરોપી પ્રજ્ઞેશ પટેલને આગામી સુનાવણી સુધી જેલમાં રહેવું પડશે. ત્યારે ગઇકાલે જ એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ ચુકી છે. જેમાં તથ્યનો લૂલો બચાવ કરતાં જોવા મળ્યા હતા.
1700 પાનાની ચાર્જશીટ દાખલ
અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર ગત અઠવાડિયે થયેલા અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત થયા અને હજુ પણ કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ કેસમાં 7 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.
કથિત ઓડિયો ક્લિપ વાયરલ
તથ્ય પટેલના એક બાદ એક અનેક કારનામા સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં અકસ્માત બાદ પણ દીકરાનો લુલો બચાવે કરે છે.આ ઓડિયો ક્લિપ કથિત રીતે પ્રજ્ઞેશ પટેલની હોવાનું કહેવાય છે. જેમાં તે બોલે છે કે, આજીવન કંઈ નહીં થાય, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય ને, 19-20ના વર્ષના છોકરા આવી રીતે કોઈ-કોઈ દિવસ થઈ જાય હવે બહુ ટેન્શન નહીં કરવાનું, પણ માપમાં રાખવાના એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના લઈશ.
શું બન્યો હતો બનાવ?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા થાર કારના અકસ્માતમાં કે જે કાર એક સગીર વયનો છોકરો ચલાવતો હતો. જે છોકરાના અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ટોળા ભેગા થયા હતા ત્યાં જ પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. તે કાર લોકોના ટોળામાં ઘૂસી જાય છે અને લોકોને ફંગોળી નાખે છે. 20 લોકોને ફંગોળી નાખનારી જેગુઆર કારની ઝડપ પણ અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ 9 વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે જશવંતસિંહ નામના પોલીસ કર્મચારી સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. જે પછી આ ઘટનામાં મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યો છે. આ તરફ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT