BJP Gujarat Pradipsinh Vaghela: ગુજરાત ભાજપમાં નાની ઉંમરમાં પ્રગતિ કરીને મહામંત્રીપદ સુધી પહોંચેલા પ્રદીપસિંહ વાઘેલાએ ઓગસ્ટ 2023 પદેથી રાજીનામું આપી દીધું હતું. ફરી એકવાર અચાનક આજે આ નેતા ચર્ચામાં આવ્યા છે. છેલ્લા થોડા સમયથી પક્ષના હોદ્દાઓથી વનવાસ ભોગવી રહેલા પ્રદિપસિંહ વાઘેલા અચાનક જોવા મળ્યા છે. શક્ય છે કે આપણને અચાનક જોવા મળ્યા હોય અને કમલમ્ દેખાતા હોય પણ આજે જેમની સાથે જોવા મળ્યા છે તે દ્રશ્યો જોઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે.
ADVERTISEMENT
વનવાસ ભોગવી રહેલા પ્રદિપસિંહ વાઘેલા જોવા મળ્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત પ્રવાસે હતા. તેમણે અમિત શાહના લોકસભા કાર્યલયનું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન પણ હતા. પરંતુ એ બધા વચ્ચે એક એવો ચહેરો પણ હતો જે પક્ષના હોદ્દાઓ પરથી દૂર થયા છતાં આજે જોવા મળ્યો હતો. પ્રદિપસિંહ વાઘેલા જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સાથે જોવા મળ્યા. આ વાત નવાઈ પમાડે એવી એટલા માટે છે કારણ કે પ્રદિપસિંહ કેટલાક સમયથી જાહેરકાર્યક્રમોથી ગાયબ છે. હવે એવું પણ બને કે પ્રદિપસિંહ દેખાતા હોય અને વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં પણ હોય પણ તેનો અંદાજ આપણને ન હોય.
શું હતો પ્રદીપસિંહ પર આરોપ?
પ્રદીપસિંહ વાઘેલા પર લાગ્યા હતા કથિત ભ્રષ્ટાચારના આરોપ
કથિત ભ્રષ્ટાચારના આરોપ સાથે અનામી પત્રિકા વાયરલ થઈ હતી
તે બાદ પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ
ભાજપના કહેવા પ્રમાણે પ્રદીપસિંહે અંગત કારણોસર રાજીનામુ આપ્યું હતુ
તે સમયે સુત્રના કહેવા પ્રમાણે પ્રદીપસિંહ આંતરિક વિખવાદનો ભોગ બન્યાનું ચર્ચાયું હતું
પ્રદીપસિંહ વાઘેલા યુવા અને ભાજપના મોટા નેતા
પ્રદીપસિંહ વાઘેલા મુદ્દે નિર્ણય લેવો ભાજપનો આંતરિક મુદ્દો છે પણ ચર્ચા એટલા માટે છે કારણ કે પ્રદીપસિંહ વાઘેલા યુવા અને ભાજપના મોટા નેતા છે. જ્યારે તેમના પર કથિત ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ત્યારે પણ તેમના યુવા સમર્થકો નારાજ થયા હતા.
ADVERTISEMENT