'આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર', સુરતમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો

Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ એક બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા.

Lok Sabha Elections

'WANTED...આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર'

follow google news

Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ એક બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા. સુરત લોકસભા સીટ પર થયેલા આ ખેલમાં કોંગ્રેસના જ ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપ સાથે ભળેલા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સાથે જ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ જશે. જોકે, હાલમાં નિલેશ કુંભાણી ક્યાં છે, તેની કોઈને ખબર જ નથી. કોંગ્રેસ પાર્ટીમાં તેમની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

નિલેશ કુંભાણીના લાગ્યા પોસ્ટરો

સુરતના હીરાબાગ બ્રિજ પર નિલેશ કુંભાણીના વોન્ટેડના પોસ્ટરો લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા એ પોસ્ટર લગાવ્યા છે. જેમાં લખ્યું છે કે, "આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર...સુરત લોકસભાના 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો, જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો'' શહેરમાં કુંભાણીના પોસ્ટરો લાગતા માહોલ ગરમાયો છે. 

આ પણ વાંચોઃ સુરતમાં 'કાંડ' કરીને Nilesh Kumbhani ક્યાં ગાયબ થયા? ટેકેદારો પણ નથી આવ્યા સામે, હવે શું થશે

 

કોંગ્રેસે કુંભાણીને ગણાવ્યા 'ગદ્દાર'

બીજી તરફ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં આ સમગ્ર ઘટનાક્રમ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારોને ખુલ્લી ધમકી આપી હતી. પ્રતાપ દૂધાતે  નિલેશ કુંભાણીને કહ્યું હતું કે, તમારે જ્યાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજો, સુરતમાં કાં તો તમે રહેશો કાં તો પ્રતાપ દૂધાત રહેશે. હું નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. જેણે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે તેને હું છોડવાનો નથી. હું પોતે આ લડાઈ લડવાનો છું. આ એટલે કહું છું કે તેણે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે. 

આ પણ વાંચોઃ Gujarat Tak Exclusive: ગાયબ Nilesh Kumbhani ના પત્નીનો મોટો ઘડાકો, સાંભળો શું કહ્યું

 

મંગળવારે કાર્યકરોએ કર્યો હતો વિરોધ 

આપને જણાવી દઈએ કે, સુરત લોકસભા બેઠક નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ ટેકેદારોની ખોટી સહીઓના કારણે રદ થયા બાદ બિનહરીફ થતાં હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણીને નિશાને લેવાનું શરૂ કર્યું છે. મંગળવારે સુરત ખાતે આવેલા નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ કાર્યકરો પહોંચ્યા હતા અને  ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલાં બેનરો લગાવ્યાં હતાં.  

ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત

    follow whatsapp