અજય શિલુ, પોરબંદરઃ જંગલમાં રહેતા પશુઓ અનેક વખત રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે અને શિકાર કરતાં હોય છે. જંગલ ખાલી થઈ રહ્યા છે જેને લઈ મારણની શોધમાં આવેલ પશુઓ લોકોના ઘર સુધી પહોંચી જાય છે. આવી જ ઘટના પોરબંદરમાં ઘટી છે. ગૌશાળામાં પશુઓનું મારણ થયું છે. વન્ય પાણીએ મારણ કર્યું હોવાની આશંકા વર્તાઈ રહી છે. આ ઘટનામાં 6 ગૌધનનું મારણ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય 6 ઘાયલ થયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં અનેક જગ્યાઓ પર ચાર પગનો આતંક સામે આવે છે. જંગલ આસપાસના સ્થળો પરથી અવાર-નવાર પશુઓના કે માનવ મારણના સમાચારો સામે આવે છે. આજે એવા જ એક સમાચાર પોરબંદરથી આવ્યા છે. પોરબંદરમાં ઓડદરમાં આવેલી ગૌશાળામાં ગૌધનનું મારણ થવાની ઘટના સામે આવી છે. ઓડદરમાં આવેલી ગૌશાળામાં જંગલી પશુએ આવી ગૌધનનું મારણ કર્યું હોવાની આશંકા વર્તાઈ રહી છે. આ ગૌશાળામાં સિંહ અથવા દીપડાએ 6 ગૌધનનું મારણ કર્યું છે જ્યારે અન્ય 6 પશુઓને ઘાયલ કર્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. નગરપાલિકા સંચાલિત ગૌશાળા હોવા છતાં તેમાં ફેન્સિગ ન હોવાને કારણે જ આ બનાવ બન્યો હોવાનો આરોપ જીવદયાપ્રેમીઓ લગાવી રહ્યાં છે. આ સાથે જ વહેલીતકે ફેન્સિંગ લગાવવા પણ માગ કરવામાં આવી છે. નગરપાલિકા સંચાલિત ગૌશાળા છે છતાંય આટલી બેદરકારી ન ચલાવી લેવાય તેવું જીવદયા પ્રેમીઓ કહી રહ્યાં છે.
વનવિભાગ અને પાલિકા તંત્રની બેદરકારી
આ અગાઉ પણ પોરબંદર નગરપાલિકા સંચાલિત ગૌશાળાનું અન્યત્ર સ્થળાંતર કરવા માટે માગ કરવામાં આવી હતી. કારણ કે ગૌશાળામાં ત્રાટકેલા સિંહે સાત પશુઓનું મારણ કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોરબંદર – માધવપુર હાઈ-વે પર ઓડદર ગામની ગૌશાળા કે જે નગરપાલિકા સંચાલિત છે અને ત્યાં પોરબંદર શહેરના જુદા – જુદા વિસ્તારોમાંથી રખડતા ભટકતા પશુઓને પુરવામાં આવે છે. આ ગૌશાળામાં અગાઉ પણ વહેલી સવારે સિંહ ઘુસી ગયો હતો અને એક વાછરડાને ફાડી ખાધુ હતું. ત્યારબાદ તેણે એક ગૌમાતા અને વાછરડા ઉપર પણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. છેલ્લા ઘણા સમયથી અહીંયા પશુઓના મારણ થયાનું બહાર આવ્યું છે. જેનાથી વનવિભાગ અને પાલિકા તંત્રની બેદરકારી અંગે રોષ ઠાલવવામાં આવ્યો છે.
જીવદયાપ્રેમીઓએ કરી રજૂઆત
પાલિકા સંચાલિત ઓડદર ખાતેની ગૌશાળામાં પશુઓની સલામતીને ધ્યાને રાખી તમામ પશુઓને લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી તેઓને બચાવી શકાય તથા સિંહનું લોકેશન ટ્રેસ કરી વાડી વિસ્તારમાં આવતા અટકાવવા માટે જીવદયાપ્રેમીઓએ રજૂઆત કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT