Rajkot News: હાલમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. ભક્તો, હિન્દુ સંગઠનો અને સંત સમાજના વિરોધ બાદ આખરે વિવાદિત ચિત્રોને મંદિર પ્રશાસન દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં સ્વામિનારાયણના સંત દ્વારા ખોડિયાર માતા પર વાણી વિલાસ કરતું નિવેદન અપાયું હતું. જેને લઈને લોકોમાં રોષ છે ત્યારે પોરબંદરથી ભાજપના સાંસદ રમેશ ધડૂકનું નિવેદન હવે સામે આવ્યું છે.
ADVERTISEMENT
‘ધર્મમાં બધા જાણે છે કે કોણ મોટું છે’
સાંસદ રમેશ ધડૂકે કહ્યું કે, કોઈ ટિપ્પણી કરવી જોઈએ નહીં, ધર્મમાં બધા જાણે છે કે કોણ મોટું છે. મહાદેવ મોટા છે, કૃષ્ણ મોટા છે, હનુમાનજી મોટા છે, બધા જાણે છે. બધા ધર્મો પોતાના ભગવાન માટે કામ કરે છે. તેમાં રાજકારણ ન લાવવું જોઈએ. ખોટો વિવાદ ન સર્જવો જોઈએ. સ્વામિનારાયણ ધર્મ, આ વૈષ્ણવ ધર્મ છે, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ભગવાનની સેવા કરે છે, ભગવાનમાં વિશ્વાસ કરો. અને તેમાં રાજકારણ લાવશો તો કોઈપણ ધર્મને નુકસાન થશે, આવી વિનંતીઓ કોઈને દુઃખી કરવા ન કરવી જોઈએ, અંતે તો ભગવાન એક જ છે.
‘કૃષ્ણ શ્રેષ્ઠ છે, તેમનાથી ઉપર કોઈ નથી’
તેમણે આગળ કહ્યું, આ મારી અપીલ છે કે જો સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ એક સંતે કહ્યું હોય કે તે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ એક સાધુ બોલે તો તેમાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય નથી આવતો. તેને પર્સનલ ન લેવું જોઈએ. ખોડિયાર માતાજી પર બોલ્યા છે આવું તેમણે ન કરવું જોઈએ. આનો મતલબ એવો નથી કે આખો સ્વામિનારાયણ સંપ્રદાય ખરાબ છે. કૃષ્ણ શ્રેષ્ઠ છે, તેમનાથી ઉપર કોઈ નથી, ભગવાન કોઈ મનુષ્યના પગ દબાવતા નથી. જેણે આ ભૂલ કરી હોય તેણે ન કરવી જોઈએ.
(નિલેશ શિશાંગીયા, રાજકોટ)
ADVERTISEMENT