અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ કરેલ નિવેદનને લઈ ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હવે ગોપાલ ઇટાલિયાને લઈ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ભાજપના પ્રદર્શનથી ભાજપ પર ડરી ગયું છે. ત્યારે ઇસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ સત્તાનો દુરુપયોગ ન કરે. ખોટા કેસો કરી નેતા ને ડરાવવા કે ધમકાવવાની કોશિશ ન કરે
ADVERTISEMENT
જાણો શું કહ્યું કેજરીવાલે
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શનથી ભાજપ એટલો ચોંકી ગયુ છે કે તેણે હવે આપણા ગુજરાતના નેતા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે. હવે ભાજપનો એક જ ઉદ્દેશ્ય છે કે, આમ આદમી પાર્ટીને કેવી રીતે ખતમ કરવી. આ લોકો એક પછી એક બધાને જેલમાં નાખશે.
જાણો શું કહ્યું ઇસુદાન ગઢવીએ?
આજે ગોપાલ ઇટાલિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે તમે કોઈ એક વ્યક્તિને માજી બુટલેગર કહ્યું છે. તેનાથી ભાજપના કાર્યકર્તાની લાગણી દુભાઈ છે અને કેસ કરવામાં આવ્યો છે. એટલે તમે તમારી ધરપકડ કરવામાં આવી છે. કલકં 19 એ માં કહ્યું છે વાણીની સ્વતંત્રતા છે. અને તેમની FIR માં પણ કહ્યું છે કે દારૂની હેરાફેરીમાં સસ્પેન્ડ કરાયા છે. ગોપાલ ભાઈએ એવું નાથી કહ્યું કે તાત્કાલિન બુટલેગર હોય. તેમણે પૂર્વ કહ્યું છે. આમાં લાગણી ન દુભાવી જોઈએ. જો કહેવામાં લાગણી દુભાઈ હોય તો ખરેખર FIR દાખલ કરવામાં આવી છે. મારી વિનંતી છે. ભાજપ સત્તાનો દુરુપયોગ ન કરે. ખોટા કેસો કરી નેતા ને ડરાવવા કે ધમકાવવાની કોશિશ ન કરે અને આમાં હું એમ કહું છું કે ભાજપ ના કાર્યક્રમમાં ઢગલાબંધ આવા નિવેદનો હશે. આ તો સત્તાનો દુરુપયોગ છે. બિઝિકલી ગોપાલભાઈએ શું કહ્યું શું ન કહ્યું એના કરતાં ગુજરાતની જનતા ભાજપ પાસે શું અપેક્ષા છે એ કામ પર ધ્યાન આપોને. રોજમાં કેટલી હત્યા થાય છે ગુજરાતમાં. પોલીસને આમાં રોકીને રાખો છો એના કરતાં કાનૂન વયસ્થામાં રોકીને રાખો. રાજકીય લાભ માટે ખોટી રીતે હેરાન કરો છો પોલીસ ને. ભાજપ તાનાશાહી અને હિટલરશાહી બની ગઈ છે.
જાણો શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ?
જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાની તાકાત બતાવી છે ત્યારથી તમામ ભાજપના લોકો ડરી ગયા છે. એક યા બીજી રીતે ભાજપના આ ભ્રષ્ટ લોકો આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે, પરંતુ અમે અરવિંદકેજરીવાલના એક પ્રામાણિક સૈનિક છે, જેલ અથવા કેસથી ડરીશું નહીં.ગમે તેમ કરીને લડતા રહીશું, જીતીશું.
ADVERTISEMENT